________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭) બારણે આવે એમ હું ઈચ્છા કરું છું અને રાત્રી દિવસ આશા વડે અનેક પ્રકારના વિચાર કરતી કયારની જીત્યા કરું છું. હવે તો મારું મન સ્થિર રહેતું નથી. મારામાં કઈ જાતનું દૂષણ દેખાતું નથી, તેમ છતાં મારા આત્મરૂપ સ્વામી કમતિના વશમાં પડી ગયા છે, તેથી હું અહર્નિશ બન્યા કરું છું. पट भूखन तन भौंक न ओढे, भावेन चोंकी जराउं जरीरी; शिवकमला आली सुख न उपावत, कौन गिनत नारी अमरीरी.
જિય૦ | ૨ | ભાવાર્થ-શરીર ઉપર વસ્ત્ર અને દાગિનાને જરાવાર ધારણું કરૂં છું તે તે બિલકુલ ગમતા નથી, તેમજ જડાવ જડેલી ચોકીવાળા દાગિના પહેરું છું તો તે પણ બિલકુલ ગમતા નથી. મને મુક્તિ સ્ત્રીરૂપ સખી, પતિના વિરહે સુખ ઉત્પન્ન કરી શકતી નથી, તો દેવતાની સ્ત્રીએની તો ગણતરીજ શી? કે તે મને સુખ આપી શકે? હે શ્રદ્ધા ! મને ત્રણ ભુવનમાં કોઈપણ ઠેકાણે, કઈ જરા માત્ર પણ સુખ આપી શકે એમ લાગતું નથી. પતિવિનાની હું એકલી અબળા કયાં જઈ શકું? મને મારા પતિ વિના ઘરમાં કે બહાર સર્વત્ર ચેન પડતું નથી. મનમાં અનેક પ્રકારના વિચારે આવીને પાછા સરી જાય છે. દુષ્ટ પતિ વિયોગરૂપ ચોર મારૂં પ્રાણરૂપ ધન ક્ષણે ક્ષણે હરણ કરે છે. જગતને જેટલા દશ્ય પદાર્થો છે તે સર્વ દશ્ય પદાર્થો જડરૂપ હોવાથી તેઓ મને સુખ આપી શકતા નથી અને સત્ય સુખના ઉપાયે પણું બતાવી શકતા નથી. આખું જગત્ જડની રાંગતથી જડ જેવું બની ગયેલું દેખાય છે, તેથી તે મારા જેવી દુખિયારીની ખબર પણ કયાંથી પુછી શકે? મારા શુદ્ધાત્મ સ્વામીવિના કેઈ પણું મને શોભા આપી શકતું નથી, તેમજ મારી પ્રતિષ્ઠામાં વધારે કરી શકતું નથી. અજ્ઞ મનુષ્ય બાહ્ય પ્રવૃત્તિની ધમાલમાં આંધળાની પેઠે યત્ર તત્ર (જ્યાં ત્યાં) અહર્નિશ રાચી માચી રહ્યા છે. કેટલાક પંડિતે કહેવાય છે તે પણ શબ્દ સૃષ્ટિની રચનામાં અને તેની લીલામાં તન્મય બની ગયા છે, તેથી તેઓ પણ મારા સ્વરૂપને જાણી શકતા નથી. ચૈતન્ય વાદને અસ્વીકાર કરનારા નાસ્તિકે તે મારા સ્વરૂપની ગંધ પણ જાણતા નથી, તેથી તેઓ મને કયાંથી ઓળખી શકે? મારા શુદ્ધાત્મપતિ વિના વસ્ત્ર અને આભૂષણેની શોભા કેને દેખાવું? ઉલટી વસ્ત્રાભૂષણની શોભા દુઃખમાં વધારો કરે છે. કેમકે શુદ્ધાત્મ પતિના વિરહે સુખનાં સાધનો પણ બિલકુલ ગમતાં નથી.
ભ. ૧૮
For Private And Personal Use Only