________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને હું શા માટે કહું? કેમકે મારા હૃદયમાં જેવો અનુભવ પ્રગટ છે, તેવો અનુભવ અન્યના હૃદયમાં જ્યાં સુધી પ્રકટ નથી, ત્યાં સુધી તેઓ મારી વાતને અન્તઃકરણથી સ્વીકારી શકે નહીં, પણ જે સત્ય છે તે ગગનમાં ચઢીને ગાજે છે. સત્ય ગમે ત્યાં ગમે તેવા પ્રસંગે સત્ય તરીકે ભાસ્યાવિના રહેતું નથી, અસત્યના ઢગલાઓમાં પણ સત્યને અણુપ્રકાશ કયોવિના રહેવાનો નથી, ઘુવડે સૂર્યને ન દેખે તેમાં કંઈ સમ ખાવાની જરૂર નથી. સાકર ખાવાથી ગળી લાગે, પણ જેણે સાકરને ખાધી નથી તે ગળી ન માને, તેથી કંઈ સમ ખાવાની જરૂર રહેતી નથી. મેં જે મારા ચેતનસ્વામિને સબન્ધ કર્યો છે, તેમાં કેઈની મેં ચોરી કરી નથી. સ્વામી બે પ્રકારના છે, દ્રવ્ય સ્વામી અને દ્વિતીય ભાવસ્વામી. અન્ય શરીરધારી જીવને અન્યજીવ સ્વામી તરીકે કપે છે; સ્ત્રીઓ પુરૂષોને જગત્ વ્યવહારમાં સ્વામી તરીકે કહ્યું છે, પણ તેવા પ્રકા૨ના સ્વામિને તે ક્ષણિક સંબન્ધ ટળી જાય છે. દ્રવ્ય સ્વામી તરીકે
અનેક જીવો થયા, પણ તેથી નિત્ય સુખ પ્રાપ્ત થયું નહીં. દ્રવ્ય સ્વામિઓને શરીરસંબન્ધથી ધારણ કરવામાં આવે છે, સંસારમાં અનેક છ દ્રવ્યસ્વામિઓના સંબન્ધ કપીને અને નિરાશ થયા; એકેક જીવની સાથે અનેકવાર દ્રવ્ય સ્વામિના સંબન્ધને ધારણ કર્યા, પણું સ્વમના સ્વામિની પેઠે ક્ષણિક સ્વામિની બાજી, સત્ય સુખ આપવા સમર્થ થઈ નહીં. શુદ્ધચેતના કહે છે કે, આત્મારૂપ સ્વામી તે ભાવસ્વામી ગણુય છે, આત્મસ્વામિનો સંબધ નિત્ય સહજ સુખ અર્પે છે, માટે મેં તો આત્મસ્વામિની સાથે સંબંધ જોડ્યો તે કદાપિ કાળે છેડવાની નથી. કાછ કર્યો તે નાચીને નિભાવવો જોઈએ; અર્થાત્ લીધેલ વેષ ભજવો જોઈએ, ચાચરની ચર અર્થાત્ ચઉટાના લોકોની ચરને (વાતને) મે ફેડી નાખી, અર્થાત્ દુનિયા શું કહેશે તે મારે જોવાનું નથી, મારે તે મારા શુદ્ધ ચેતનસ્વામીના સંબંધમાં લયલીન થવાનું છે. ग्यान सिंधू मथित पाई, प्रेम पीयूष कटोरी हो; मोदत आनन्दघन प्रभु शशिधर, देखत दृष्टि चकोरी हो. ॥०॥५॥ | ભાવાર્થ –શુદ્ધચેતના કહે છે કે, હે સમતા સખી! મેં જ્ઞાનર્સિધુનું મથન કર્યું અને તેમાંથી પ્રેમામૃતને કાઢી તેની કટારી ભરી અને આનન્દઘન સ્વામીરૂપ ચંદ્રમાને દેખી દષ્ટિરૂપ ચકેરી પ્રમુદિત થઈ અને તે પ્રેમામૃત કટોરીનું પાન કરવા લાગી. તાત્પયર્થ કે થતજ્ઞાનરૂપ સિધુનું મથન કર્યું ત્યારે, તેના સારમાં ગ્રહણ કર્યું કે આત્મામાં રમણતા કરવી, સર્વ જડ વસ્તુઓને પ્રેમ અસત્ય છે, આત્માના ઉપર પ્રેમ ધારણ કરવાથી
For Private And Personal Use Only