________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) ભરત અને ફરગડુ વગેરે મુક્ત થયા; તેઓને કિંચિત્ પણ અનુષ્ઠાન કષ્ટ થયું નહતું. ચિત્તને ક્ષણવાર ખેંચીને જે સમતા સેવાય તો એટલું બધું સુખ થાય છે કે તે અન્યની આગળ કહેતાં તેને પાર આવી શકતો નથી. કુમારી જેમ દયિત ભોગજન્ય સુખને જાણતી નથી તેમજ લેકે પણ ગિઓના મનમાં થતું સમતાનું સુખ જાણું શકતા નથી. અન્ય લિંગાદિવડે સિદ્ધ થએલાઓને સમતાજ આધારભૂત છે. સમતાવડે રત્નત્રયીની પ્રાપ્તિપૂર્વક ભાવ જૈનતા પ્રાપ્ત થાય છે. સમ્યકત્વવિના સમતાની પ્રાપ્તિ થતી નથી. એકને જે વિષય પિતાના અભિપ્રાયવડે પુષ્ટિ કરનારે લાગે છે તેજ વિષય અન્યને મતિ ભેદથી ષકારક લાગે છે. એક વસ્તુ ઉપર એકને રાગ થાય છે અને એકને તેજ વસ્તુપર દ્વેષ થાય છે તેથી સમજવાનું કે રાગ અને દ્વેષત્વ એ બે મતિની કલ્પનાથી કલ્પિત છે. તાવિક દૃષ્ટિથી જોતાં કોઈ વસ્તુ સુખકર નથી અને કઈ વસ્તુ દુઃખકર પણ નથી. રાગદ્વેષને વિકલ્પ ક્ષય થતાં સર્વત્ર એકસરખી સમાનતા પ્રગટે છે. આવી ઉત્તમ રસમતામાં હે સાધુઓ! રમવું જોઈએ અને મમતાનો ત્યાગ કરવો જોઈએ. સમતામાં સહજ સુખ સમાયું છે.
लोचन चरन सहस चतुरानन, इनते बहुत डराई। आनन्दघन पुरुषोत्तम नायक, हितकरी कंठ लगाई ॥सा०॥४॥
ભાવાર્થ-જેને આ સહસ્ત્ર છે અને જેને પાદ પણ હજાર છે અને જેને ચાર મુખ છે એવા મોહને દેખીને સમતારૂપ લક્ષ્મી બહુ ભય પામી. મહરૂપ રાક્ષસની આવી વિચિત્ર આકૃતિને દેખી કેરું ભય ન પામે? મેહ રાક્ષસ સદાકાલ સમતાને દુઃખ દેવા પ્રયત્ન કરે છે અને તે સમતાનું હરણ કરવા હજારે આંખોથી દેખ્યા કરે છે અને હજારે ચરણેથી ચાલ્યા કરે છે. સમતા પણ જાણે જાય છે કે મેહ રાક્ષસ મારે નાશ કરવા છિક જોયા કરે છે અને મારા ઉપર તે અન્તરથી દ્વેષ રાખ્યા કરે છે. એમ તેને નિશ્ચય થયો અને તેથી તે ભય પામી, ત્યારે સમતાની આવી અવસ્થા દેખીને આનન્દના સમૂહભૂત અને સકલ કમેને ક્ષય કરવાનું પુરૂષાર્થ જેમાં છે એવા સર્વ પુરૂષોમાં ઉત્તમ પુરૂષોત્તમે, સમતા લક્ષ્મીને પિતાના કંઠમાં લગાવી દીધી, અર્થાત સમતાનો સ્વીકાર કર્યો એમ શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે. ઉત્તમ સહજ સુખની પ્રાપ્તિ સમતાથી થાય છે. સમતાથી અનેક ભવમાં કરેલ કામોનો ક્ષય થાય છે. સમતાથી અનેક ભવ્ય જી ભૂતકાળમાં મુક્ત થયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં
For Private And Personal Use Only