________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
ઉડા આલાચ કરીને કહે છે કે, અમેને કોઈ ઓળખવાને વિરલા સમર્થ થાય છે. નિશ્ચયનયથી અમારૂં અવધૂત સ્વરૂપ છે. દુનિયાની બાહ્યદૃષ્ટિમાં ન આવે એવું સ્વરૂપ છે. અમારા મૂળ સ્વરૂપને ઓળખીને અમારૂં જે નામ રાખે છે તે પરમ આનન્દરૂપ મહારસને આસ્વાદે છે. પિતા વગેરેના નામને રાખનારા પુત્રો પરમ આનન્દ મહારસને આસ્વાદી શકતા નથી; તે તે બિચારા દુઃખિયા, શેકી, ભય અને ઉપાધિમાં ફસાઈ ગએલા દેખાય છે. શુદ્ધ નિશ્ચયનયથી અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરીને અમારૂં નામ સાર્થક રાખનારા તેા ક્ષણે ક્ષણે પરમ આનન્દરૂપે અમૃતરસને આસ્વાદે છે. શ્રીમદ્ આનન્દઘન કહે છે કે, મને કાઈ, પુરૂષ તરીકે જાણશે નહીં. કેમકે હું પુરૂષ નથી; અમુક શરીરના અવયવાથી પુરૂષ ગણાય છે અને અમુક શરીરના અવયવાથી જગત્માં નારી ગણાય છે. હે મનુષ્યો ! યાદ રાખશેા કે હું પુરૂષ વા સ્ત્રી નથી. જ્યાંસુધી હું પુરૂષ અગર હું સ્ત્રી હું એવા અહંભાવ પ્રગટે કે રહે ત્યાંસુધી આત્માના શુધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. વ્યવહારમાં પુરૂષ વા સ્ત્રી એમ શબ્દો બેલવામાં આવે પણ અન્તરથી પુરૂષ વાસ્ત્રીત્વ ધર્મના અહંભાવ પ્રગટવા ન ોઈએ, એવી દશા જેને પ્રગટ થઈ છે તે અમારૂં નામ રાખી શકે છે. આગળ વધીને તેઓશ્રી જણાવે છે કે અઢાર વર્ણ આદિ દુનિયામાં હ્યદૃષ્ટિથી જેટલી વર્ણો અને જાતિ કહેવાય છે તરૂપ હું નથી. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર એ ચાર જાતિયા શરીર ઉપર રહે છે, તે હું નથી. હું કેાઈ પંક્તિમાં નથી. હું બાદૃષ્ટિથી સાધન વા સાધક નથી, તેમ હુંલધુ અગર ભારે નથી,
नहीं हम ताते नहीं हम सीरे, नहीं दीर्घ नहीं छोटा ।
नहीं हम भाइ नहीं हम भगिनी, नहीं हम बाप न बेटा . ॥ अ० ॥२॥
ભાવાર્થ.—હું આત્મા ઉષ્ણુ પણ નથી અને શીત પણ નથી. ઉષ્ણ એ પુદ્ગલને પર્યાય છે અને શીત પણ પુદ્ગલના પર્યાય છે. પુદ્ગલદ્રવ્યથી આત્મા ભિન્ન છે. આત્મામાં ઉષ્ણુપણું અને શીતત્વ રહેતું નથી. પુદ્ગલદ્રવ્યમાં લઘુત્વ અને મહત્વ, સ્કંધોની અપેક્ષાએ ગણાય છે. પુદ્ગલથી આત્મા ભિન્ન હોવાથી તેમાં ન્હાના અને મેાટાનેા સંબંધ ઘટતા નથી. હું કોઈનેા ભ્રાતા પણ નથી અને હું આત્મા કાઇની બેન પણુ નથી. હું આત્મા કાઇનેા આપ પણ નથી અને હું આત્મા કાઇના બેટા પણ નથી. અરૂપી અસંખ્ય પ્રદેશમય હું આત્મા છું. આત્મા કાઇના મૂળ રૂપને પેદા કરવાને શક્તિમાનૢ નથી તેથી તે અન્ય આત્માના પિતા પણ નથી. કેટલાક મનુષ્યો પેાતાને પિતાના અહંત્વમાં લીન કરે છે
સ. ૧૧
For Private And Personal Use Only