________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) તેને તે બાબતને નિશ્ચય થાય છે. કેઈપણ વસ્તુને વાંચી અને સાંભળી એટલે કંઈ જ્ઞાની બની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરે જોઈએ; આત્મતત્ત્વને અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. આત્મ અનુભવ કલિકા જાગ્રત થતાં પોતાના સ્વરૂપની રમતા ખીલે છે અને આત્મસમાધિમાં મન લયલીન રહે છે એમ શ્રી આનંદઘનજી કહે છે.
v ૨૪.
(રાજા રામી.) मुने महारो कब मिलसे, मन मेलू. ॥ मुने० ॥
मन मेलु विण केलि न कलिये वाले कवल कोई वेलू.॥मुने०॥१॥ - ભાવાર્થ –શુદ્ધ ચેતના કહે છે કે મારા મનને મેળાપી શુદ્ધ ચેતન કયારે મળશે; હવે તે મારાથી વિયોગ સહેવાતો નથી, શુદ્ધ ચેતનની પ્રાપ્તિવિના મારું ચિત્ત ભમે છે અને કઈ ઠેકાણે જરામાત્ર પણ ચેન પડતું નથી; મનના મેળાપીવિના કેલિ કરી શકાતી નથી મનના મેળાપીવિના હૃદય ખુલ્લું થઈ શકતું નથી અને તેવિના આનન્દની ખુમારી ઉત્પન્ન થતી નથી. કોઈ વેળ (રેતી)ના કેળીયા વાળે પણ તેમાં ચીકાશવિના રેતીને કેળી વળે નહીં અને મુખમાં રેતીના કેળીયાનો પ્રક્ષેપ કરતાં તુર્ત નિરસ (ખરાબ) લાગવાથી થુથુ કરીને બહાર કાઢવો પડે છે; તેમ, મનના મેળાપવિના પરસ્પર સંબંધ થતા નથી અને મનને મેળ મળ્યા વિના સંબંધ બાંધવામાં આવે છે તે રેતીના કેળીયા જેવું થાય છે, માટે મારા મનનો મેળાપી શુદ્ધ ચેતન મળ્યાવિના કોઈ પણ રીતે મને આનન્દ થનાર નથી. શુદ્ધ ચેતનમાં સહજ આનન્દને દરિયો વિલસી રહ્યું છે, શુદ્ધ ચેતનમાં અનન્ત જ્ઞાનાદિ ઋદ્ધિ વિલસી રહી છે, મારો પ્રાણનાથ શુદ્ધ ચેતન છે; જેમ હંસી
સવિના રહે નહીં તેમ હું પણ મારા સ્વામી વિના કદાપિ રહી શકું નહીં. મારા સ્વામીવિના કેઈની સાથે એક ક્ષણ માત્ર પણ ચેન પડે નહીં; તેમજ મારા સ્વામિવિના હું અન્યને જેવું નહીં અને અન્યના ઉપર રૂચિ ધારણ કરું નહીં, શુદ્ધ ચેતના કહે છે કે, મારા સ્વામીનું મન કઈ જાણું શકે જ નહીં તેમ મારા સ્વામીવિના મારું મન પણ કોઈ જાણી શકે નહીં. મારા મનને મેળાપી મારે સ્વામી છે તેનું હું તે મરણ કર્યા કરું છું. કહ્યું છે કે,
मन मळतां मेळो कह्यो, मेळा बीजा फोक। मनमेळावण बोलवू, रणमां जेवी पोक ॥१॥ ભ. ૮
For Private And Personal Use Only