________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) તેને સમ્યગ્ર, અનુભવજ્ઞાનમાં કિંચિત્ ભાસ થાય છે. અમાએ કહ્યું તે પ્રમાણે આત્માના સ્વરૂપને જાણવાનો ઉપાય જાણી લે. અનુભવ અગોચર આત્મતત્વને જાણવું જોઈએ; કહેવા અને સાંભળવાથી કંઈ નથી અર્થાત્ કહેવા સાંભળવા માત્રથી આત્મા કંઈ અનુભવ પ્રતીત થતો નથી. આત્માનું સ્વરૂપ જાણવા માટે અનુભવ જ્ઞાન કરવું જોઈએ. અનુભવ જ્ઞાનમાં જે ભાસે છે તે સત્ય ભાસે છે. આમાના સ્વરૂપને અનુભવ આવવો જોઈએ. અનુભવ થયાવિના આત્માનું કથન અને શ્રવણ કંઈ લેખે આવતું નથી; અનુભવસાન થયા પછી આત્માને નિશ્ચય થાય છે. આત્મતત્વનો અનુભવ આવ્યાવિના આત્માની પરિણતિ સુધરતી નથી; માટે આનન્દઘનજી કહે છે કે આનન્દન સમૂહ જેમાં છે, એવા આત્માનો અનુભવ કરવો જોઈએ. રસાતન દ્વારા કલાકના કલાકેપર્યત, આત્મતત્ત્વસંબંધી વિચારે ગુફાઓ વગેરે એકાન્ત સ્થાનમાં કરીને આત્મતત્વનો અનુભવ કરવો જોઈએ. ન્યાયશાસ્ત્રની દશ બાર કેટીઓથી શાસ્ત્રાર્થ કરીને આત્માની માન્યતા સિદ્ધ કરી એટલે અનુભવજ્ઞાન પ્રાપ્ત થયું એમ સમજવું નહીં. અનુભવ, વાણુથી સમજાવાતો નથી, અનુભવજ્ઞાન કહેવા અને સાંભળવા માત્રમાં નથી; અર્થાત્ કથન અને શ્રવણની પેલીવાર પોતાની મેળે પિતાને આત્મા અનુભવ કરે, એવું જ્ઞાન પ્રાપ્ત થતાં આત્માની નિશાનીની પ્રતીતિ થાય છે.
૫૬ ૨૨.
(૨ જોડી ) विचारी कहा विचारे रे, तेरो आगम अगम अथाह. ॥ वि०॥ बिनु आधे आधा नहीं रे, बिन आधेय आधार; मुरगी बिन इंडा नहीं प्यारे, या विन मुरगकी नार.॥वि०॥१॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે હે પ્રભે ! તારા આગમનું સ્વરૂપ પંડિત પુરૂષે શી રીતે વિચારી શકે? વલી શ્રીમદ્ કથે છે કે હે ભગવન્ ! ત્વદુચારિત આગમની કેઈને ગમ પડે નહીં એમ છે. જેની અન્તરદષ્ટિ ખીલી છે, એવા કેઈ વિરલા જ્ઞાની તારા આગમનો સાર ખેંચી શકે છે. તારા આગમરૂપ સમુદ્રને પાર નથી, તેને કેાઈ ત્યાગ પામી શકતું નથી. તારા જેવા થાય છે તેજ, કેવલ જ્ઞાનદૃષ્ટિથી પ્રત્યક્ષપણે સર્વ વસ્તુઓને દેખવાથી સર્વ યનો પાર પામે છે. હે પ્રભે ! તારા આગમમાં જે જે ભાવ વર્ણવ્યા છે તે હદયમાં સમ્યક્ પરિણમે છે. આધેયવિના આધાર નથી તેમ દ્રવ્યરૂપ આધારવિના ગુણ પર્યાયરૂપ આધેય નથી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય,
For Private And Personal Use Only