SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) સિંદૂરને મેં કપાલે લગાડયું છે, તેમજ અનુભવ ભાંગના રંગવડે હું રાતી થઈ ગઈ છું. કેટલાક લોકો શરીરપર લાલી લાવવાને માટે ભાંગના પાક બનાવીને ખાય છે તેથી તેનું શરીર લાલચોળ અને છે; તેમ અનુભવરૂપ ભાંગના જે પાક બનાવીને ખાય છે, અથવા અનુભવ ભાંગનું જે પાન કરે છે, તેનું અન્તરંગ ચુરૂપ શરીર પુષ્ટ અને છે. અનુભવ જ્ઞાનરૂપ ભાંગની ખુમારીથી અગમ નિગમ પરખાય છે. અનુભવ ભાંગની ખુમારી ચઢયા પછી માનસિક પીડાઓથી આત્મા દુ:ખી થતા નથી અને સદાકાલ અનુભવ સુખના ઘેનમાં ને ઘેનમાં ગમગીન રહે છે. અનુભવ ભાંગ રસને સ્વાદ જુદાજ પ્રકારના છે. અનુભવ ભાંગની ઘેન ચઢઢ્યા પછી કદી પાછી ઉતરતી નથી અને તેથી આ દુનિયાની કિંચિત્માત્ર પણ સ્પૃહા રહેતી નથી, અનુભવ ભાંગમાં એવા પ્રકારની અદ્ભુત શક્તિ રહી છે કે તેથી રામે રમે આનન્દ આનન્દ પ્રકટે છે અને આધિ-વ્યાધિ અને ઉપાધિનું તે વખતે સ્વસ પણ દેખાતું નથી. અનુભવના પણ ગુણસ્થાનક ગુણસ્થાનક પ્રતિ ઘણા ભેદ પડે છે. માઘ દુનિયાના ખેલથી નિવૃત્ત થએલી હું નિરતિ વેણીને સમાર્ં છું; અર્થાત્ જડપદાર્થોપર તિ ધારણ કરતી નથી. આવી સ્થિતિમાં હું સ્વામિના મહેલપર ગુણસ્થાનકરૂપ પગથીયાપર થઇને જવા લાગી, તે વખતે મારા હૃદયમાં અનુભવ જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકટચો; તેથી મારૂં હૃદય, અનુભવરૂપ આરસીવડે ત્રણ ભુવનના પદાર્થોને પ્રકાશવા લાગ્યું. उपजी धुनि अजपाकी अनहद, जीत नगारे वारी । झडी सदा आनन्दघन वरखत, बिन मोरे एक तारी ॥ अवधू०॥५॥ ભાવાર્થ.— —સમતા કહે છે કે મારા પતિની સંગે રહેતાં જેની હદ નથી એવી અજપા જાપની ધ્વનિ ઉત્પન્ન થઈ અને મારા પતિને હું સેહું, સાદું, અને હંસ, હંસ, એ જાપવડે સ્મરવા લાગી. જેમ જેમ મારા પતિનું સ્મરણ કરવા લાગી તેમ તેમ જીત નગારાવાળી અનહદ ધ્વનિ વિશેષતઃ પ્રગટ થવા લાગી. મારા હૃદયમાં આનન્દની છાયા છવાઈ ગઈ. જેમ જેમ હું મારા સ્વામીનું નિરીક્ષણ કરવા લાગી અને તેમના સ્વરૂપમાં શુદ્ધુ ઉપયાગથી રમણ કરવા લાગી, તેમ તેમ આનન્દ મેઘની ઝડી કે જેમાં મયૂરના શબ્દ પણ સંભળાય નહીં એવી વરસવા લાગી. સર્વત્ર અસંખ્યાત પ્રદેશમાં નખથી મસ્તકપર્યન્ત આનન્દની ઘટા છાઇ રહી અને દુઃખનું સ્વમ પણ હું ભૂલી ગઈ. મારા આનન્દઘનસ્વામિના સહવાસથી ત્રિવિધતાપ ટળી ગયા; કોઈ પણ જાતના ઉપદ્રવ હવે રહ્યો For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy