________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭), अमल कमल विकचभये भूतल, मंद विषय शशि कोर । आनन्दधन एक वल्लभ लागत, और न लाख किरोरः॥ मेरे॥२॥
ભાવાર્થ-અનુભવી કહે છે કે જ્ઞાનસૂર્યનું પ્રભાત થતાં નિર્મલ હૃદયકમલને આત્મભૂમિમાં વિકાસ થયો, અને પચ્ચ ઇન્દ્રિયના ત્રેવીશ. વિષયરૂપ ચન્દ્રની કાતિ ઝાંખી થઈ ગઈ. સૂર્ય ઉગતાં ચન્દ્રની પ્રતિ ઝાંખી થઈ જાય છે, તેમ જ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશતાં વિષયરૂપ ચંદ્રની કાંતિ ઝાંખી થાય છે, અર્થાત અધ્યાત્મજ્ઞાનદશા પ્રકટ થતાં વિષય બુદ્ધિની મન્દતા પડે છે અને વિષય વિષ સરખા લાગે છે; વિષયોમાં સુખની બુદ્ધિ બિલકુલ રહેતી નથી. કમલે સૂર્યની સાથે સંબંધ બાંધે છે તેથી જલથી ઉપન્ન થયું છે, તે પણ તેનાથી નિર્લેપ રહીને સૂર્ય ઉદય થતાં કમલ, પિતે વિકસિત થાય છે; સૂર્ય ઘણે દૂર છે તે પણ તેના પ્રકાશના, અંશને ગ્રહીને પોતાનું વિકસિતપણું દર્શાવે છે. આકાશમાં રહેલે, ચન્દ્ર ઝાંખો થઈ જાય છે તેમ જ્ઞાનરૂપ સૂર્ય ઉગ્યાથી હૃદયમાં. હર્ષોલ્લાસ રૂપ. આનન્દનો પ્રકાશ ખીલે છે, અને જ્ઞાનરૂપ સૂર્યની સાથે. હૃદયકમલ, પિતાના સત્ય સંબંધને આનન્દરૂ૫ વિકસિતપણાથી જણાવે છે. અધ્યાત્મજ્ઞાન થતાં હૃદયમાં આનન્દને પાર રહેતો નથી. આત્મા પોતાના શુદ્ધસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, એટલે બાહ્ય જડ વસ્તુઓમાં સુખ, અગર દુઃખપ્રદ– જણાતું નથી; તેથી શરીરાદિ બાઘની લાખ કરોડ વસ્તુઓ પણુ વલ્લભ લાગતી નથી. શ્રીમદ આનન્દઘન અનુભવી કહે છે કે હવે જ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ થવાથી ભ્રાતિ ટળી; તેથી એક આનન્દને સમૂહભૂત આત્માજ પ્યારે લાગે છે. આવા શ્રીમના ઉગારે તેમને જગતમાંની કોઈ વસ્તુઓ વલ્લભ લાગતી નહોતી અને એક આભાજ વલ્લભ લાગતા હતા એમ. લેખકના હૃદયમાં ભાસ પાડે છે,
पद १६.
(ા માહ.) निशदिन जोउं तारी वाटडी, घेरे आवोरे ढोला.॥ निश०॥ मुज. सरिखा तुज लाख है, मेरे तुंही अमोला. ॥ निश० ॥१॥
ભાવાર્થ-સમતા કહે છે કે, હે ઢેલા, હે પ્યારા આત્મસ્વામિન! હું તમારી રાત્રી દિવસ વાટડી (રાહ) જેઉં છું. હે મારા પ્રિય સ્વામિન્ ! હવે કૃપા કરીને તમે મારા ઘેર આવે. મારા સરિખી તમારે લાખો સ્ત્રીઓ છે અને મારે છે જેનું મૂલ ન થાય તેવા તમે એકજ છે. આત્માના સમાન જગતમાં કઈ આનન્દનું ધામ નથી. જીવ, અજીવ,
For Private And Personal Use Only