________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
પેઠે અન્ય આત્મા ઉપર પ્રેમ અને દયા કરી શકાય છે, તેમજ અન્ય જીવાનું ભલું કરવા આત્મામાં પ્રેરણા થાય છે. અન્યાના આભાઓની નિન્દા-હેલના કરવાથી તેઓના આત્મામાં દુઃખ પ્રગટે છે, તેથી તેઓની હિંસા થાય છે એમ અધ્યાત્મજ્ઞાનથી માલુમ પડે છે. આખી દુનિયાના જીવે પેાતાના સમાન છે એમ જણાવનાર અધ્યાત્મજ્ઞાન છે. આ મ્હારૂં છે અને આ ત્હારૂં છે ઇત્યાદિ ભેદભાવને ટાળી અભેદભાવના માર્ગમાં પ્રવાસ કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર અને અહં-મમત્વ ભાવરૂપ બરફના ડુંગરાને પિગળાવનાર અને મનુષ્યેાના હૃદયમાં સ્વચ્છ પ્રકાશ કરનાર અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યની જગતને ઘણી જરૂ૨ છે.
અધ્યાત્મજ્ઞાનથી પૂર્વકાલમાં ઉદય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન સમયના મનુષ્યા અધ્યાત્મજ્ઞાનમાં પ્રવીણ હતા, તેથી તેઓ ઘણા સદ્ગુણેા મેળવી શકતા હતા. પ્રાચીન સમયના મુનિયાએ અધ્યાત્મજ્ઞાનવ આત્માની શક્તિયા ખીલવી હતી અને તેઓએ ચમત્કારિ કાર્યો કર્યા હતાં. પૂર્વની આર્યપ્રજામાં ઘણા સદ્ગુણા હતા એમ આપણે પ્રાચીન પુસ્તકાના આધારથી જાણી શકીએ છીએ. અધ્યાત્મજ્ઞાનમાં એવી શક્તિ છે કે તેથી અનેક ઉપસર્ગો સહન કરીને પણ ધાર્મિક કાર્યો કરવા યાગ્ય શક્તિ પ્રગટ થાય છે. આધ્યાત્મિક શક્તિયા પ્રગટાવવાથી આત્મા ઉપરઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે અને દુર્ગુણાના ત્યાગ કરતા જાય છે.
કેટલાક લોકો એમ કહે છે કે, અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ કરવાથી મનુષ્યાની વ્યવહાર ધર્મઉપર શ્રદ્ધા રહેતી નથી અને ખાધાર્મિક ક્રિયાઓ ઉપરથી પ્રેમ ઉતરી જાય છે.” આમ કહેનારાએ સર્વ મામતનેા તપાસ કર્યાવિના એકદૃષ્ટિથી દેખે છે અને વધે છે. શ્રીહેમચન્દ્રસૂચ્છિ અધ્યાત્મજ્ઞાનમાં નિપુણ હતા અને તેમણે તે કાલ અને આધિકારપ્રમાણે પેાતાની શક્તિયોના બાધ-ઉપદેશ-ધર્માંહાર-પુસ્તકરચના વગેરે કાર્યોમાં વ્યય ક્યાઁ છે. પરિપૂર્ણ જ્ઞાનને પામેલા એવા શ્રીમહાવીરપ્રભુએ તે શાલ પ્રહર દેશના દીધી હતી અને વ્યવહારધર્મ તીર્થની સ્થાપના કરી હતી. અધ્યાત્મજ્ઞાનનિષ્ઠ એવા શ્રીમદ્ હરિભદ્ર અને શ્રીમદ્ યશોવિજયજીએ અનેક પુસ્તકો રચીને તથા ઉપદેશ દેઇને ધર્મસેવા બજાવી છે. અધ્યાત્મજ્ઞાનને જાણનાર એવા શ્રીકૃષ્ણ અને શ્રીશ્રેણિકે ધર્મસેવા, ધર્મભક્તિ, શાસનપ્રભાવના વગેરે બાહ્ય ધાર્મક ક્રિયાને સેવી હતી અને વ્યવહાર ચાગ્ય શૌર્ય, પ્રેમ, શ્રટ્ટા, આદિ
For Private And Personal Use Only