________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એના ગુણેથી હું ખુશ થાઉં છું. મારે સ્વામી ગુણેને જાણે રેહણાચલ પર્વત હોય તેવો છે. રેહણાચલ પર્વત જેમ રોની ખાણ ગણાય છે તેવી જ રીતે મારે સ્વામી જ્ઞાનદર્શન અને ચારિત્રાદિક ગુણની ખાણ છે અને મારા સ્વામીની શુભ પંચમગતિ છે, એને ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું ગમતું નથી પણ હે શ્રદ્ધે ! મારા સ્વામીને ભમાવનાર કુમતિ છે તેથી તે આ ગુણવંત છતાં પણ મારી પાસે આવી શકતો નથી. - શુદ્ધચેતના કહે છે કે હે શ્ર! આ પ્રમાણે મારા સ્વામીને ગાઉં છું, મારી પાસે આવવાને અનેક પ્રકારની વિજ્ઞપ્તિ કરું છું. તેપણ આત્મસ્વામી મનાયા મનાતા નથી ત્યારે હવે હું શું કરું? આ તો મૂળ વસ્તુની કિંમતથી જગતની કિંમત વધી જાય તેની પેઠે થાય છે. તાત્પર્યાર્થ કે મૂળ વસ્તુની કિંમત કરતાં જણાતની કિંમત વધે તો તે વ્યાપારમાં ફાયદો થાય નહીં તે પ્રમાણે હું મારા સ્વામીને મનાવવાને અનેક પ્રયત્નો કરું છું પણ સ્વામી માનતા નથી ત્યારે આવા વ્યાપારમાં મને શે ફાયદો છે ? અલબત સ્વામી માનતા નથી તો પછી મનાવાના વ્યાપારમાં કંઈ ફાયદો નથી. હે શ્રદ્ધે ! હવે હું શું કરું? કોઈ વિશ્રેષ્ઠ પરસ્પરને પ્રેમ કરાવનારી દલાલેણ દૂતી નથી. તીનું કાર્ય સંદેશ લઈ જવાનું છે અને પરસ્પર મેળ કરાવી આપવાનું છે. પણ તેવી દૂતી જણાતી નથી. હે શ્રદ્ધે! વિચક્ષણ કેઈ દૂતી હોય તો મારા પ્રેમની ખાત્રી મારા સ્વામીને કરાવે. કુમતિને પ્રેમ જાઠા અને ક્ષણભંગુર છે તથા તેને પ્રેમ વિષમય દુઃખકારક છે, એમ જણાવીને મારા શુદ્ધ સુખકારક પ્રેમની મારા સ્વામીને ખાત્રી કરાવી આપે એવી દૂતીની જરૂર છે. जांघ उघारो अपनी कहा एते, विरहजार निस मोही संतावे ॥ एती सुनी आनन्दधन नावत, और कहा कोउ डुंड बजावे॥१०॥३॥ - ભાવાર્થ –શુદ્ધચેતના પિતાની સખી શ્રદ્ધાને કહે છે કે હે ! મારા સ્વામીના સંબંધમાં દૂતીને સકળ બીના સમજાવવી તેમાં પિતાની જાંઘ ઉઘાડવા જેવું થાય છે. તેથી મારી દુ:ખકથા જ્યાં ત્યાં કરવી મને અયુત લાગે છે. મારા પતિના દોષ અન્ય જાણે તે ઠીક નથી. હવે હું શું કરું? મારા અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં સ્વામી આવતા નથી અને સ્વામિની વાત અન્યની આગળ કહેતાં પિતાની જાંઘને ઉઘાહેવી પડે છે. બેમાંથી એકપણું વાત બનતી નથી, હવે હું શું કરું? કયાં જાઉં? મારા દુઃખની વાત કેની આગળ કરું? હે ! મારા આત્મરૂપ સ્વામી મારે ઘેર પધારતા નથી તેથી રાત્રીના વખતમાં વિરહરૂપ
For Private And Personal Use Only