________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ અથવા કુરાનને પૂર્ણ અભ્યાસી એ કાજી પણ સમ્યગ્ન જાણું શકતું નથી. આત્માની બાજીનું સ્વરૂપ વર્ણવે છે, આત્મામાં જે સમયમાં ધ્રુવતા છે તે જ સમયમાં જ્ઞાનાદિ પર્યાયને ઉત્પાદવ્યય થાય છે, આત્માના જ્ઞાનાદિ પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યય થાય છે પણ આત્મા પિતાની દ્રવ્યરૂપ સત્તાને તો ધ્રુવ (સ્થિર) રાખે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવમય આત્માની વાત શ્રી આનંદઘનજી કહે છે કે, કેઈ વ. ખત સાંભળી નહોતી. દ્રવ્યની અપેક્ષાએ આત્મામાં એકપણું રહ્યું છે અને પર્યાની અપેક્ષાએ આત્મામાં અનેકપણું રહ્યું છે. આત્માઓ વ્યક્તિની અપેક્ષાએ અનન્ય છે, માટે તે વ્યવહારની અપેક્ષાએ આત્માઓ અનેક કહેવાય છે. તે આત્માઓની જે સંગ્રહાયની અપેક્ષાએ વિવક્ષા કરીએ તો અનેક આત્માઓ પણ આત્મત્વજાતિની અપેક્ષાએ એક કહેવાય છે અને જાતિની અપેક્ષાએ એક આત્મા પણ વ્યવહારની અપેક્ષાએ ભિન્ન ભિન્ન વ્યક્તિરૂપ આત્માઓ હેવાથી અનેક કહેવાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે સમયમાં આત્મામાં એકપણું રહ્યું છે તેમાંજ પર્યાયની અપેક્ષાએ તેજ સમયમાં અનેકપણું રહ્યું છે. આત્મદ્રવ્યમાં અનેક જ્ઞાનાદિ ગુણે રહ્યા છે તેથી એક એ આત્મા, પર્યાવડે અનેકરૂપ કહેવાય છે અને અનેક પર્યાયો પણ એક આત્મામાં જ રહે છે માટે તે આત્મારૂપ હોવાથી એક છે. આત્મામાં એક, અનેક, ભિન્ન, અભિન્ન, નિત્ય, અને અનિત્ય, આદિ અનેક ધર્મો રહ્યા છે. આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાએ ધ્રૌવ્ય, ઉત્પાદક અને વ્યય કહેવાય છે, આત્મામાં જે સમયમાં અન્ય પર્યાયનો ઉત્પાદ છે તેજ સમયમાં પૂર્વપર્યાયને વ્યય છે અને તે જ સમયમાં આત્મસત્તાનું ધ્રૌવ્ય છે. આ પ્રમાણે આત્મામાં સમયે સમયે અનંતધર્મોન ઉત્પાદવ્યય થાય છે અને સમયે સમયે સત્તારૂપ ધ્રૌવ્ય હોય છે. જે સમયમાં નિત્ય છે તેજ સમયમાં અનિત્ય છે, ઈત્યાદિ આત્માનું સ્યાદ્વાદ પ્રમાણે આશ્ચર્યકારી સ્વરૂપ છે તેવું અન્ય એકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ કવ્યું નથી. આત્મામાં ઉત્પાદવ્યય થાય છે તેને દષ્ટાંત દ્વારા જણાવે છે. કનક(સુવર્ણ)ના અનેક આકાર બને છે. કુંડલ ભાંગીને કેયૂર બનાવવામાં આવે છે ત્યારે કુંડલ આકારને વ્યય અને કેયુરઆકારનો ઉત્પાદ થાય છે અને સુવર્ણપણું તે બેમાં હોય છે, તે માટે સુવર્ણત્વની અપેક્ષાએ ધ્રૌવ્ય એમ ત્રણું અનુભવવામાં આવે છે. જલતરંગોમાં પણ પૂર્વતરંગાકારનો વ્યય અને અન્ય તરંગાકારની ઉત્પત્તિ અને જલત્વ તો બેમાં ધ્રુવપણે રહેલું દેખવામાં આવે છે. કૃત્તિકાને ઘટ આકારરૂપે ઉત્પાદ અને તેને ભાંગી નાખીએ તે શકલ (ઠીકરાં)રૂપે ઉત્પાદ અને
ભ, ૨
For Private And Personal Use Only