________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧) પેલી શ્રાવિકા સિપાઈઓનાં આવાં વચન સાંભળી ભયભીત બની ગઈ અને તે–ધનના રક્ષણાર્થ શ્રીમદ્ આનન્દઘનજી મહારાજનાં દર્શન કરવાને આવી. શ્રીમદ્ આનન્દઘનજીનાં દર્શન કરીને તે મહારાજને શાતા પૂછવા લાગી, શ્રીમદ્ આનન્દઘનજીએ તેના બેલ ઉપરથી તેને કોઈ કષ્ટ આવી પડયું છે એમ જાણ્યું, તેથી તેમણે પેલી શ્રાવિકાને ચિંતાનું કારણું પૂછયું. પિલી શ્રાવિકાએ અથથી ઇતિ સુધી બનેલું સર્વ વૃત્તાંત કહી દીધું અને કહ્યું કે હે મહારાજ ! મારા ઉપર મહા કષ્ટ આવી પડ્યું છે. તે તમારી કપાવિના આવા કષ્ટથી છૂટી શકાય તેમ છે નહિ. આપના જેવા સમર્થગુરૂ માથે છતાં આવાં કષ્ટ આવી પડે તે યોગ્ય નથી. આપ સાહેબ કૃપા કરીને મને એ કોઈ ઉપાય બતાવો કે જેથી હું કષ્ટમાંથી મુક્ત થાઉં. શ્રીમદ્ આનન્દઘનજીએ ઉપર પ્રમાણે શ્રાવિકાનાં વચન સાંભળીને કહ્યું કે, તમારા ઘરમાં રહેલા દરેક જાતિના જાદ જાદા સિક્કા લાવવા, અને દરેક સિક્કો જુદા જુદા ઘડામાં સ્થાપન કર. મોટા એવા ઘડા લઈને જલ્દી મારી પાસે તે સ્થાપન કર. પેલી શ્રાવિકાએ પણ જુદી જુદી જાતના સોનૈયાના અને રૂપૈયાના શિકા લઈને જાદા જુદા ઘડામાં સ્થાપન કર્યા, અને તેના ઉપર એકેક લુગડું બાંધ્યું. તે ઘડાઓ શ્રીમદ્ આનન્દઘનજી પાસે લાવીને મૂકયા. આનન્દઘનજીએ તે ઘડાઓ ઉપર પોતાનો હાથ કંઈ કહીને ફેર અને પેલી શ્રાવિકાને કહ્યું કે આમાંથી જેટલું જોઈએ તેટલું ધન રાજાના સિપાઈઓને આપવું. પેલી શ્રાવિકા તે ઘડાઓને લઈને પોતાને ઘેર ગઈ. તેમાંથી હાથ ઘાલીને સિપાઈઓને સેનૈયા તથા રૂપૈયા આપવા લાગી. ઘણાં ગાડાં ભરાય એટલા રૂપૈયા તેણે ઘડાઓમાંથી આપ્યા તોપણ ઘડાઓમાંથી રૂપૈયા અને નૈયા નિકળવા જ લાગ્યા. સિપાઈઓ પુષ્કળ ધન મળવાથી ગાડાં ભરી જોધપુર લઈ ગયા. પેલી શ્રાવિકાએ ધન આપ્યાબાદ ઘડાઓમાં હાથ ઘાલીને જોવા માંડયું તે તેમાં એકેક શિwો દેખાય, તેથી તેને આશ્ચર્યનો પાર રહ્યો નહિ. શ્રીમદ્ આનન્દઘનજીએ કરેલો આ ચમત્કાર દેખવાથી તેના મનમાં શ્રીમદ્ આનન્દઘનજી ઉપર ઘણે ભક્તિભાવ બેઠે. આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ તેથી લોકોના મનમાં શ્રીમદ્ આનન્દઘનજીપર વિશેષ રાગ ઉત્પન્ન થયો. તે નગરના લોકો કહેવા લાગ્યા કે અહો ! આ કાળમાં પણું આવા ચમત્કારી મહામુનિ વિદ્યમાન છે. ધન્ય છે તેમના અવતારને! !! એક પ્રતિષ્ઠિત ગૃહસ્થાશ્રાવક પાસેથી આ વાત અમોએ સાંભળી છે તે પ્રમાણે લખવામાં આવી છે. શ્રીમમાં અનેક પ્રકારની શક્તિ પ્રગટી હતી છતાં તેઓ ફુલાઈ જતા નહતા.
ભ. ઉ. ૩૧
For Private And Personal Use Only