________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ )
મુકાબલા.
શ્રીમદ્ આનન્દઘનજી અને ઉપાધ્યાયજીનાં કાર્યોં જુદા જુદા પ્રકારનાં હતાં એમ અપેક્ષાએ કથી શકાય તેમ છે. શ્રીમદ્ શ્રીમદ્ આત- આનન્દઘનજીના સન્તકોટીમાં સમાવેશ થાય છે, અને શ્રીમદ્ વનજી અને ઉપાધ્યાયજીના ચશે.વિજયજી ઉપાધ્યાયના જૈન શાસનરૂપ રાજ્યના રક્ષક તરીકે સેનાધિપતિની કેાટીમાં સમાવેશ થાય છે. શ્રીમદ્ આનન્દઘનજી ગચ્છની નિશ્રા વિના રહેતા હતા અને શ્રીમદ્ ઉપાધ્યાય ગચ્છની નિશ્રામાં રહીને જૈન શાસનની પ્રભાવના કરતા છતા પોતાના આત્માનું હિત સાધતા હતા. જૈન શાસન રક્ષકના ઈલ્કાબ શ્રીમદ્ ઉપાધ્યાયજી ધારણ કરવા યાગ્ય થયા, અને શ્રીમદ્ આનન્દઘનજીતા નિવૃત્તિમાર્ગપરાયણુ હતા અને તેએનું, વિશેષતઃ અન્તમાં રમણતા કરવા માટે લક્ષ હતું. શ્રીમદ્ ઉપાધ્યાયે જૈનધર્મની રક્ષા કરવામાં કમર કસીને મહેનત કરી હતી અને એકશા ને આઠ સંસ્કૃત ભાષામાં ગ્રન્થા લખ્યા હતા. જૈન શાસનની પ્રભાવના માટે ઉપાધ્યાયજીએ પ્રમલ પુરૂષાર્થ કર્યો છે અને જીવનનું સ્વાર્પણ કરવામાં કંઈ ખાકી રાખ્યું નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીનું કાર્ય ખરેખર ઉપાધ્યાયજી વિના અન્ય કોઈ કરી શકે નિહ તેવું હતું. ઉપાધ્યાયજીની કાર્ય કરવાની દિશા ન્યારી હતી અને શ્રીમદ્ આનન્દઘનજીની કાર્ય કરવાની દિશા ન્યારી હતી. અઢારમા શતકમાં ઉપાધ્યાયજીએ જૈન શ્વેતાંબર કામની જે સેવા બજાવી છે તેવી સેવા અન્ય કોઇએ મજાવી નથી એમ કહીએ તે તેમાં કંઇ અતિશયેક્તિ જણાતી નથી. ઉપાધ્યાયજીને પેાતાને જૈન કામના સાધુએ (યતિયા) તરફથી પણ ઘણું વેઠવું પડયું છે. તેમની કિસ્મત પાછળથી થઈ છે. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મમાર્ગને ખુલ્લો કરીને ભારતક્ષેત્રમાં શાન્તરસની નદી પ્રગટાવી છે. અધ્યાત્મને કહેનારા તેા ઘણા મળી આવે પણ અધ્યાત્મની મૂર્તિ બનીને અધ્યાત્મરસ વહેવરાવવે એ સામર્થ્ય તે ખરેખર શ્રી આનન્દઘનજી વિના અન્યત્ર તે સૈકામાં દેખાયું નથી. આત્મામાં અત્યન્ત જાગ્રત્ રહેવાનું દૃષ્ટાંત ખરેખર અઢારમા સૈકામાં આનન્દઘનજીએ બતાવ્યું છે તેવું, અન્યત્ર મળી શકે તેમ નથી-નિવૃત્તિમાર્ગમાં આનન્દઘનજી સમાન તે કાલમાં અન્ય કોઈ ન હતું. અધ્યાત્મજ્ઞાનદશામાં આનન્દઘનજીની સમાન અધ્યાત્મરસિક તે સૈકામાં તેમના વિના અન્ય કોઈ મુનિ ન હતા. શ્રીમદ્ આનન્દઘનજીએ જે ચમત્કાર મતાવ્યા છે તેવા ચમત્કારનું પાત્ર અન્ય કોઈ તે શતકમાં નહાતું. વૈરાગી ત્યાગી અને શરીરમમત્વનેા ત્યાગ કરી વનમાં વસનાર તે મૂર્તિની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. અનેક અપવાદો અને લોકોએ ચઢાવેલાં આળને પણ
For Private And Personal Use Only