________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩ )
ક્રિયાનાં રહસ્ય સમજ્યાવિના ક્રિયાઓમાં મનુષ્યાને રસ પડતા નથી અને ક્રિયાઓને સમ્યપણે આચરી પણ શકાતી નથી, તેથી ક્રિયાઓનું જ્ઞાન પ્રથમ ફરવામાં આવે છે. તો જ ધર્મની ક્રિયાઓમાં સરસતા અનુભવાય છે; ઇત્યાદિ અનેક હેતુથી જ્ઞાનને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યું છે. આત્માને ઉદ્દેશીને અર્થાત્ આત્માની શુદ્ધિમાટે દરેક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે, તેથી પ્રથમ આત્માને જાણવા ોઈએ, જે આત્માને ઉદ્દેશી ધર્મક્રિયા કરવામાં આવે છે તે આત્માનું સ્વરૂપ સમજવામાં નહિ આવે તેા વવિનાની જાનની પેઠે’ ક્રિયાઓનું ફળ ખરાખર બેસી શકે નહિ અને કાને માટે, કાણુ, કેવા કારણથી, ક્રિયા કરે છે ઇત્યાદિ સમજવામાં નહિ આવે તેા તદ્વેતુ અને અમૃતક્રિયાની પ્રાપ્તિ થઈ શકે નહિ, માટે પ્રથમ આત્માના સ્વરૂપને જાણવામાટે અધ્યાત્મજ્ઞાનધારક શાસ્ત્રોની અને આત્મજ્ઞાનની અનન્તગણી આવયક્તા સિદ્ધ ઠરે છે. આ સંબન્ધીમાં શાસ્રપ્રમાણ યુક્તિથી વિચાર કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનથી દુનિયામાં શાંતિનું રાજ્ય પ્રવર્તે છે. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યે! પેાતાના આત્મા તરફ વળે છે અને અધ્યાત્મશા- આઘોપાધિના સંગ ત્યજે છે. જગત્માં અધ્યાત્મશાસ્ત્રોના સ્રાની ઉપયે ગિતા. ફેલાવા કરવામાં આવે તેા મનુષ્યાના આચારોમાં સુધારો થાય. અધ્યાત્મશાસ્ત્રો આત્મામાં સુખ છે એમ પ્રતિપાદન કરે છે અને આત્માનું પ્રભુત્વ દર્શાવે છે, જે જે શાસ્ત્રો આત્માની શક્તિયોના વિકાસ કરવાનું જણાવે છે તે તે શાસ્ત્રોને આધ્યાત્મિકસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આધ્યાત્મિકશાસ્રોથી દુનિયામાં ભક્તિ-પ્રેમ-અને દયાનાં ઝરણાં વહે છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યાવિના ધર્મમાર્ગપ્રતિ દુનિયાનું આકર્ષણ થતું નથી. આત્માના અસ્તિત્વને પ્રતિપાદન કરીને આત્માના સદ્ગુણાની દિશા દેખાડનારાં શાસ્ત્રો ખરેખર દુનિયામાં શાંતિના મેઘા અને કલ્પવૃક્ષની ઉપમાને ધારણ કરે છે. અનેક પ્રકારના સદ્ગુણાને પ્રગટ કરવાની ભૂમિ અધ્યાત્મશાસ્ત્ર છે. પ્રાચીન આત્મકુલકગ્રંથમાં લખ્યું છે કે—
ગાથા.
दम सम समत्तमित्ती-संवेय विवेय तिव्वनिव्वेया ॥ एए गूढ अप्पावबोह बीयस्स अंकूरा ॥ १ ॥
દમ-સમ-સમત્વ-મૈત્રી-સંવેગ-વિવેક અને તીવ્રનિવૈદ આદિ ગુણા ખરેખર અધ્યાત્મ જ્ઞાનબીજના અંકુરાએ છે.” આ ગાથાથી
For Private And Personal Use Only