________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩૬ )
હતા. કબીરના ભજનાના રાગ કરતાં શ્રીમદ્ના રાગેા જુદા પ્રકારના માલુમ પડે છે. શ્રીમદે મૂળ રાગરાગણીઓમાં હૃદયના ઉભરા કાઢ્યા છે. શ્રીમદ્નીસાથે ભાજકાના ઘણા પરિચય હતા. શ્રીમનાં પદા ઉપર હાલ પણ ભેાજકોને ઘણા પ્રેમ છે. ભાજકા દેશદેશ શ્રીમનાં પદો ગાઈને શ્રીમદ્ની કીર્ત વિસ્તારે છે.
શ્રીમદ્ સ્વ
ભાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમા સ્વભાવ મળતાવડો અને આનન્દી હતા. તેમના ચહેરાપર ગાંભીર્યની છાયા છવાયલી રહેતી હતી. ગમે તે પંથના મનુષ્યાનીસાથે ભેદભાવ રાખ્યાવિના અધ્યાત્મ વાર્તા કરતા હતા, તેથી તેનીપાસે અન્યદર્શનીઆ ઘણા આવતા હતા અને જૈના કરતાં અન્યદર્શની તેમને બહુમાન આપતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમનામાં મત સહિષ્ણુતા નામના ગુણુ ખીલ્યા હતા. તેઓ સરલસ્વભાવથી અન્યોને પ્રિય થઈ પડ્યા હતા. કોઈની સાથે કલેશ કરતા નહાતા. તેમને દેખતાંજ આ વૈરાગી મહાત્મા છે એવું લેાકેાને જણાતું હતું. હૃદયના દયાળુ અને સાચા એટલા હતા. કોઈનાથી તેઓશ્રી ભય પામતા ન હાતા અને સત્ય ખેલતાં અનેક દુઃખા આવી પડે તેની દરકાર રાખતા ન હતા. તેઓશ્રી મનાવા પૂજાવાની ઇચ્છાથી રહિત હતા. એકલા રહેતા છતાં અન્તમાં તેમનું તાન લાગવાથી પર્વતે અને ગુફાઓમાં પણ ખુશીથી રહેતા હતા. ધામધૂમ અને ધમાધમની પ્રવૃત્તિથી તેઓ વિરૂદ્ધ હતા.
વિકાનેરમાં દિલ્લીના બાદશાહના શાહજાદા, એક વખત આવ્યા હતા, તે શાહજાદા હિન્દુ સાધુએ અને યતિયાને સતાઉપકારટષ્ટિ. વતા હતા. એક વખત શ્રીમન્ને સાધુઓએ કહ્યું કે અમારી શાહજાદા રસ્તામાં જતાં મશ્કરી કરે છે માટે કંઈ કૃપા લાવી બનતું કરે. શ્રીમદ્ આનન્દઘનજી વિકાનેરની માહિ જ્યાં શાહજાદાના મુકામ હતા તેની આસપાસ ફરવા લાગ્યા. પેલા શાહજાદા ઘેાડાપર બેસીને ફરવા જતા હતા, તેણે મેલાઘેલા વૃદ્ધ યતિની મશ્કરી કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું, 'બાદશાહકા બેટા ખડા રહે' એટલું કહ્યું પશ્ચાત્ પેલા શાહજાદા ઘોડાને ચલાવવા લાગ્યા પણ ઘોડા તસુમાત્ર પણ આગળ ચાલી શકયા નહીં. બીજા ઘોડેસ્વાર આવી પહોંચ્યા, તેમણે ઘણા ઉપાયેા કર્યા પણ ઘોડા ત્યાંથી હાલી ચાલી શકયા નહિ. શ્રીમદ્ તા પેાતાને ઠેકાણે ચાલ્યા ગયા હતા. શાહજાદાના મિત્રોએ શાહજાદાને કશ્યું કે, શાથી ઘોડો હાલતા ચાલતા નથી. કોઈ કારણ જાણુતા હોવ તા કહેા. શાહજાદાએ કહ્યું કે હું બીજું કંઈ કારણ
For Private And Personal Use Only