________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩ ) ધિમાં અદ્વૈતરૂપે થઈ ગયા હોય અને તે વખતે આત્માના શુદ્ધ ઉર્યોલ્લાસ વૃદ્ધિપરિણામ યોગે“અવ દમ ગભર મળે ન મળે” એવા ઉદ્વારે નીકળ્યા હોય એમ ભાસ થાય છે. તેતાલીશમા પદમાં આત્મા અને આત્માની સ્ત્રી એ બે પાત્રોની દશાનું વર્ણન કરવામાં આવ્યું છે, તે વર્ણન ખરેખર અધ્યાત્મજ્ઞાન થાનના ઉંડા પ્રદેશમાંની વનિથી પ્રગટયું હોય એમ ભાસે છે. ચુમ્માલીશમા પદમાં સુમતિ પિતાના આત્મસ્વામીને પોતાની ખરી ભાવદશાગે જે જે કથે છે તેનો ચિતાર શ્રીમદે આપે છે. પીસ્તાલીશમા પદમાં શ્રીમદે મઝાનું આધ્યાત્મિક ચિત્ર, ખરેખર હદદ્વારેથી ચિતર્યું છે અને મેહસંબધી જે જે કચ્યું છે તે ખરેખર તે દશાએ ગૃજ કથાયું છે. છેતાલીશમા પદમાં આત્માનું મહારાજાના લશ્કરની સાથે અત્રમાં જે યુદ્ધ થાય છે તેને ચિતાર આપ્યો છે. શ્રીમદે અન્તરમાં મહારાજાની સાથે યુદ્ધ કર્યું હતું તે વખતે આત્માની ક્ષોપશમભાવે જીત થઈ હતી એવો વિનિ તેમાંથી નીકળી શકે છે.
સુડતાલીશમા પદમાં શ્રીમના આધ્યાત્મિક કલત્રની વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અડતાલીશમા પદમાં પક્ષપાત અને નિરપક્ષપણની વૃત્તિનો ધાર્મિક વિચારો સંબધી આન્તરિક ચિતાર આપ્યો છે. ઓગણપચાસમા પદમાં શ્રીમદે આત્માને મેળાપ ઈછયો છે તે ખરેખર અન્તરમાં ઉંડી અસર કરે છે. આ પદમાં આત્માની ખરી દશા વર્ણવી છે અને તેની પ્રાપ્તિ ઈચ્છી છે. પચાશમા પદમાં આધ્યાત્મિક પાત્રને ઉડે અનુભવ ચિતાર આપે છે. એકાવનમા પદમાં બાહ્ય કલત્રપાત્રના વિચારને આતરિક સ્ત્રીમાં આરોપ કરીને આન્તરિક કલત્ર પાત્રની ભાવરૂપે ભાદરવા માસમાં જે દશા થાય છે અને તેનામાં જે જે શુદ્ધપ્રેમરસ ને સદવિચારે ઉભવે છે તેનો આબેહુબ ચિતાર આપ્યો છે. બાવનમા પદમાં આનન્દઘનજીએ સર્વત્ર આનન્દના ઘનરૂપ આત્માની ભાવના–ખરી રીતે આધ્યાત્મિકષ્ટિથી ભાવી છે. ત્રેપનમાં પદમાં આત્મારૂપ કૃણનું ગાન કર્યું છે. પિતાનું, અહોરાત્રી આત્મારૂપ શ્રીકૃષ્ણની સાથે દીલ લાગી રહ્યું છે એવું ગાઈને, આનન્દના ઉભરા બહાર કાઢયા છે, તેથી વાચકે શ્રીમની દશાનો ખ્યાલ કરી શકશે. શ્રીમદે ચેપનમું પદ શ્રી અમદાવાદમાં રહીને આત્મિક ધર્મ
વ્યાપારના ઉતારો વડે રચ્યું છે એમ અવાધાય છે. અઢાવ્યાપાર અને રમા શતકમાં અમદાવાદની ઝાહોઝલાલી વધવા પામી માણકનું હાટડું.
હતી. જૈનધર્મના અનેક ગચ્છના આચાર્યો અમદાવાદમાં
આવતા હતા.ગુજરાતમાં તે વખતે, પાટણ, વડનગર,અમદાવાદ, ખંભાત, ધોળકા,વિજાપુર, પાદરા અને ગંધાર વગેરે શહેરમાં જૈનોના
For Private And Personal Use Only