________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) અધ્યાત્મજ્ઞાનના પ્રતાપેજ સમજવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને દેવેન્દ્રસૂરિનાં હૃદય પણ અધ્યાત્મરંગથી રંગાયાં હતાં. પન્નવણસૂત્રના કર્તા શ્યામાચાર્ય અધ્યાત્મજ્ઞાનમાં રંગાયા હતા. પન્નવણુસૂત્રમાં દ્રવ્યાનુયોગની ઘણું વ્યાખ્યા આવે છે. દ્રવ્યાનુયોગને પણ અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાન કહેવામાં આવે છે. દ્રવ્યાનુયોગના જ્ઞાનવિન અધ્યાત્મજ્ઞાનમાં ઉતરી શકાતું નથી. ભગવતીસૂત્રમાં પણ વિશેષ ભાગે દ્રવ્યાનુગની અને અધ્યાત્મજ્ઞાનની વ્યાખ્યા જોવામાં આવે છે. આત્માના સંબંધી જે જે કથવામાં આવ્યું હોય તે તે સર્વને અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. આત્મામાં રહેલાં મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનાં પ્રતિપાદન કરનાર પુસ્તકોનો પણ અધ્યાત્મશાસ્ત્રમાં સમાવેશ થાય છે. કર્મગ્રી, કમ્મપયડી વગેરે ગ્રન્થથી પણ આમાના સ્વરૂપને અવબોધ થાય છે, માટે તે તે ગ્રસ્થાને પણ અધ્યાત્મશાસ્ત્રમાં સમાવેશ કરી શકાય છે. આચારાંગસૂત્ર, સૂયડાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયન, નંદીસૂત્ર, કલ્પસૂત્ર, અનુગદ્વાર, વિશેષાવશ્યક વિગેરે પિસ્તાલીશ આગમાં જ્યાં ત્યાં અધ્યાત્મજ્ઞાન ઝળકી રહ્યું છે. શ્રીહરિભદ્રસૂરિકૃત એગદષ્ટિસમુચ્ચય અને ગિબિન્દુ વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાનના ઉભરાઓ દેખાય છે. શ્રીઉમાસ્વાતિવાચકના તત્વાર્થસૂત્ર અને પ્રશમરતિ પ્રકરણ વગેરે ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન ભર્યું છે. જૈન શ્વેતાંબર શાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાનને રસ ઘણે ભર્યો છે. શ્રીમાન્ મુનિસુન્દરસૂરિજીએ અધ્યામકલ્પદ્રમ રચીને અધ્યાત્મજ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે એમ સિદ્ધ કરી આપ્યું છે.
અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ આ કાલમાં થઈ શકે છે કે નહિ તે
જોવાનું છે. કેટલાક બાલજી કયે છે કે, “આ કાલમાં વર્તમાનકાલ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, અધ્યાત્મજ્ઞાનની માં અધ્યાત્મની અસ્તિતા. પ્રાપ્તિ તે બારમા અગર તેરમા ગુણસ્થાનકમાં થાય
છે.” આ પ્રમાણે બેલનારા–બાલજી ઉસૂત્રભાષણ કરવા દેરાય છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી અધ્યાત્મસારગ્રંથમાં થે છે કે “થા ગુણસ્થાનથી અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે.” જડ અને ચેતનને ભેદ પડે એવા પ્રકારના જ્ઞાનને ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન કહો વા અધ્યાત્મજ્ઞાન કહે, સારાંશ કે અધ્યાત્મજ્ઞાન વા ભેદજ્ઞાન એકજ છે. ચોથા ગુણસ્થાનક કરતાં પાંચમા ગુણસ્થાનકમાં વિશેષ પ્રકારે અધ્યાત્મદષ્ટિ ખલી શકે છે. પાંચમા ગુણસ્થાનક કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં વિશેષતઃ અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. છઠ્ઠા કરતાં સાતમમાં વિશેષ પ્રકારે અધ્યાત્મદષ્ટિ ખીલી શકે છે. મૈત્રી, પ્રમેહ,
For Private And Personal Use Only