________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧) સ્તવનના અક્ષરેમાં શ્રીમદે સુવર્ણસિદ્ધિ ગઠવી છે. અમારું તે એવું મન્તવ્ય છે કે, મન વશ થાય તે આત્મા એજ પરમાત્મરૂપ બનીને સુવર્ણની પેઠે શોભી શકે છે. શ્રીમને ઉપાધિ ગમતી ન હતી. ધામધૂમ અને ધમાધમથી
અલગ રહીને આત્માની ખરી શાતિ પ્રાપ્ત કરવા માટે સત્ય શાન્તિ પ્રયત્ન કરતા હતા -શાન્તિમાં જ આનન્દ સમાયો છે. ની પ્રાપ્તિ અર્થે તીવ્ર પ્રેમ. શ્રી શાન્તિનાથના સ્તવનમાં ખરી શાન્તિના ઉપાયે
તેમણે જણાવ્યા છે; અને તેવી ખરી શાન્તિ મેળવવા માટે તેઓનું ખાસ લક્ષ હતું. શ્રીમદ્દ દ્રવ્યથી શાન્તસ્થળમાં રહીને ભાવ શાન્તિની પ્રાપ્તિ માટે આત્માના ગુણેમાં રમણતા કરતા હતા. જ્યાં કેઈને પોતાનાથી અરૂચિ થાય વા પિતાને જ્યાં અશાનિત લાગે ત્યાં તેઓ રહેતા ન હતા. તેઓ ભાવશાન્તિની પ્રાપ્તિ માટે અન્તમાં ઉપયોગ ધારણ કરીને દ્રવ્યશાન્તિ સ્થળેમાં–અપ્રતિબદ્ધપણે વિચરતા હતા અને રહેતા હતા. અધ્યાત્મશાન્તિની પ્રાપ્તિ માટે શ્રીમદે દર્શાવેલા શાન્તિના ઉપાય ખાસ મનન કરવાગ્ય છે અને આદરવા યોગ્ય છે. જેનાગ અને ઉત્તમ સાધુઓથી ખરી શાન્તિનો જગતમાં પ્રચાર થાય છે. શ્રીમદ્ આનન્દઘનજીની અધ્યાત્મજ્ઞાન સંબધી તીવ્ર રૂચિ હતી. તે
સાથે એટલું પણ કહેવાની જરૂર પડે છે કે, તેઓ ગુણઆત્મજ્ઞાનપર વિનાના નામઅધ્યામીઓને અધ્યાત્મજ્ઞાનીઓમાં ગણતા તીવ્ર રૂચિ.
નહોતા. “ગતિમ જ્ઞાની શ્રમ વા–વિના તો દ્રવ્ય &િળી રે.” આ તેમના ઉદ્ધારે શું સૂચવે છે, તે વાચકે સ્વયમેવ અવબોધી શકશે. જે સાધુઓ અધ્યાત્મજ્ઞાનને તિરસ્કારી કાઢે છે તે લેકેને તેઓશ્રી દિવ્યલિંગી કહીને ઉપાલંભ આપે છે અને અધ્યાત્મજ્ઞાન તરફ પ્રવૃત્તિ વા રૂચિ કરાવવા સંબોધે છે. અધ્યાત્મજ્ઞાનને જેણે આનન્દરસ સ્વાદ્યો છે એવા-શ્રીમદે, અધ્યાત્મ હદયની વીણુમાંથી અનેક મૃદુ-મિષ્ટ સુરે કાઢીને આપણું ઉપર અતુલ ઉપકાર કર્યો છે.
શ્રીમદ્ આનન્દઘનજીની આન્તરિક દશા સ્વચ્છ અને પરમાત્મપ્રેમથી રંગાયેલી હતી. આત્માના શુદ્ધધર્મમાં મસ્ત રહેતા હતા. આત્માના જ્ઞાનાદિ ગુણની અસ્તિતા અને આત્મામાં પરદ્રવ્ય ગુણપર્યાયોની નાસ્તિતા એ બેના વિચારમાં તેઓ મગુલ થઈ જતા હતા. નિશ્ચયનયથી આત્મધર્મની શુદ્ધ દશા વર્ણવવામાં આવે છે તેના ઉપર તેમનો બહુ પ્રેમ હતો. આત્માને ધ્યાવવામાં જ અને આત્માને અનુભવ રસાસ્વાદ લેવામાં તેઓશ્રી એક ચિત્તથી ધ્યાન ધરતા હતા;
ભ. ઉ. ૨૬
For Private And Personal Use Only