________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૯ ).
સંગતિ કરીને અધ્યાત્મજ્ઞાન મેળવ્યું હતું. શ્રી આનન્દઘનજીના અધ્યાતમ વિચારોની તેમના ઉપર સારી અસર થઈ હતી. શ્રી જ્ઞાનવિમલસૂરિજીનો શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સત્યવિજયજી સાથે પણ સાર સંબન્ધ હતો. અમોએ વૃદ્ધ યતિયોના મુખે સાંભળ્યું છે કે, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અને શ્રી સત્યવિજયજી, એ ત્રણે એ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથના દેરાસરમાં કિદ્ધારનો વિચાર કર્યો હતો અને તેમણે કાલિકાનું આરાધન કર્યું હતું. એ ત્રણની ત્રિપુટી ગણુતી હતી; ગમે તેમ હોય પણ તે સૈકામાં એ ત્રણનો પુરૂષાર્થ ઘણે હતો એમ તે કહ્યાવિના ચાલે તેમ નથી. શ્રીમદ્ આનન્દઘનજીનાં સ્તવન ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ બે પૂર્યો છે. શ્રી આનન્દઘનજીનાં સ્તવનો આશય જાણવા માટે, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ સુરતમાં સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ માસપર્યન્ત ધ્યાન ધર્યું હતું અને પશ્ચાત્ તેમના સ્તવનો અર્થ લખ્યો છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજીને શ્રીમ ઉપર અત્યંત રાગ હતો. ઉપાધ્યાયકત યોગદષ્ટિની આઠ સજજાયે ઉપર પણ ખંભાતમાં દેશી મેઘજી ઉદેકરણના હેતે જ્ઞાનવિમલસૂરિએ
બે પૂર્યો છે. ઉપાધ્યાયકત ચાલીશ પિસ્તાલીશ ગ્રન્થ ઉપર જ્ઞાનવિમલસૂરિએ ટબ પૂર્યો છે એમ સાંભળવામાં આવ્યું છે, પણ અદ્યપર્યન્ત તે પ્રમાણે શોધ કરતાં જણાતું નથી. ઉપરની એ કિંવદન્તીમાં શું સત્ય છે તે જ્ઞાની જાણે. અઢારમા શતકના મોટા મોટા સાધુવને પણ શ્રી આનન્દઘનજી ઉપર અત્યન્ત રાગ હતો. શ્રી આનન્દઘનજી અધ્યાત્મજ્ઞાની હતા. તેમની પ્રતિમા પૂજાની
માન્યતા હતી અને તે આગામેના આધારે સિદ્ધ કરી બજિનપ્રતિમા
તાવતા હતા. સાલંબન ધ્યાનમાં પ્રતિમાની આવશ્યકતા પૂજાની માન્યતા, સિદ્ધ કરે છે. સાકારનું ધ્યાન ર્યો પશ્ચાત્ નિરાકાર
- ધ્યાનની યોગ્યતા આવે છે. શ્રીમદ્દના સમયમાં પ્રતિસ્થાપનું જોર ફેલાતું હતું. શ્રી આનન્દઘનજી મધ્યસ્થ અને અધ્યામજ્ઞાની, વેરાગી, ત્યાગી અને સત્યવતા હોવાથી તેમના વચન ઉપર અન્ય ધર્મવાળાઓની પણ પ્રતીતિ હતી. જૈનશાસ્ત્રોમાં પ્રતિમાના પાડે છે. શ્રી આનન્દઘનજીએ શ્રી સુવિધિનાથના સ્તવનમાં પ્રતિમા પૂજનવિધિને શાસ્ત્રોના આધારે દર્શાવી છે.
a gવધિનાથ તવન છે
(રાગ વારો.) सुविधि जिणेसर पाय नमीने -शुभकरणी एम कीजे रे, अतिघणो उलट अंगधरीने-प्रह उठी पूजीजे रे. સુવિfવે છે ?
For Private And Personal Use Only