________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) સ્વામીને મળશું; પણ એ મેળે કરવાનું સ્થાન નથી. શરીરની અપેક્ષા એ બાહ્યના સ્વામી છે તે વસ્તુતઃ શુદ્ધનિશ્ચય દષ્ટિથી અવલોકતાં સ્વામી નથી. સતી સ્ત્રીઓ વગેરે અગ્નિમાં બળી શરીરને ભસ્મીભૂત કરે છે, પણ તેથી તે એક સ્થાને ઠરીને શાંતિપૂર્વક બેસી શકતી નથી, કારણ કે રાગાદિ પ્રતિબધથી જન્મ જરા અને મૃત્યુની પરંપરા કરવી પડે છે..
સ્વામિની પ્રાપ્તિ માટે હિમાળે ગળનાર, પર્વત ઉપરથી ઝંપાપાત કરનાર, અને કાશીનું કરવત મૂકાવનારાઓ પણ, ખરા સ્વામિને પ્રાપ્ત કરી શકતા નથી. ખરા સ્વામીની પ્રાપ્તિ અર્થ હિમાળે ગળવો વગેરેની આવશ્યક્તા સિદ્ધ ઠેરતી નથી.
કેટલાક લોકે પતિરંજના અત્યંત તપ કરે છે, પણ પતિને રંજન કરી શકતા નથી, અને તેઓ ફક્ત તનને તાપ આપે છે; એવું પતિરંજન મેં ચિત્તમાં ધાર્યું નથી. બાહ્ય તનતાપથી પતિનું રંજન કરી શકાતું નથી. રંજ ધાતુને શુદ્ધાર્થ જે મિલાપરૂપ થાય છે; એવી રીતે અન્તમાં શુદ્ધધર્મના રંજન ધાતુની ધાતોધાતે પરમાત્માની સાથે મળવાથી રંજનની સિદ્ધિ થાય છે. પરમાત્માસ્વામિને અન્તરથી મળી શકાય છે. રંજનધાતુના વાસ્તવિક સ્વરૂપથી પરમાત્માને રીઝવી શકાય. શરીર-મન અને વાણીની ક્ષણિક ચેષ્ટાઓવડે પરમાત્માની સાથે મેળ થઈ શકે નહિ. શરીર વાણી અને દ્રવ્યમન તે જડ છે. જડવડે પરમાત્માની સાથે રંગાઈ શકાય નહિ.–ચેતન પિતે પરમાત્માની સાથે રંગાઈ જાય, અર્થાત્ શુદ્ધધર્મમાં મળી જાય. શરીરમાં રહેલે આત્મા તેજ પિતાની રમણુતારૂપ રંજનતાવડે પરમાત્માની સાથે મળી શકે. આત્મામાં સત્તાએ પરમાતમત્વ રહ્યું છે તે અત્તરની શુદ્ધરમણુતાવડે મેળવી શકાય. વસ્તુતઃ આત્મા એજ સત્તાએ પરમાત્મા છે અને તેની સાથે મળવાનો ઉપરોક્ત રંજન માર્ગ છે. પરમાત્માના શુદ્ધસ્વરૂપની સાથે આત્માનું તમય બની જવું એજ ખરું રંજનપણું છે. એવી રીતે શુદ્ધરંજનપણના વેગે પરમાતમસ્વામીને પ્રાપ્ત કરી શકાય છે.
કેટલાક તે એમ કથે છે કે, “આ જગત ખરેખર પરમાત્માની લીલા છે. પરમાત્મા લીલાને અર્થે જગત રચે છે. અલખ એવા પરમાત્માની અલખ લીલા છે, તેનો પાર આવે નહિ. જગતના બનાવનાર એવા પરમાત્માની ભક્તિ કરીએ તો મનની લક્ષ આશાઓ પૂરાય. વા મને નમાં લશ્કેલી આશાઓ પૂરાય.” આવી રીતે કેઈ પરમાભસ્વામીને માને છે પણ, વસ્તુતઃ તત્ત્વદષ્ટિથી અવલેકતાં સૃષ્ટિકર્તા એવા પરમાત્મા સિદ્ધ કરતા નથી અને તેમની લીલા પણ સિદ્ધ કરતી નથી. કારણ
For Private And Personal Use Only