________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩ )
શેઠની પુત્રી ત્યાં થઈને નીકળી, શ્રીમદ્ આનન્દઘનજીના મનમાં તેને ઉપદેશ દેવાની એકદમ સ્ફુરણા થઈ. શ્રીમદ્ પેલી સતીની પાસે ગયા અને કહેવા લાગ્યા કે, હે શેઠની પુત્રી ! તારા પતિને ઓળખ્યા વિના તું કાની સાથે બળી મળવા પ્રયત્ન કરે છે ?
શેઠપુત્રી—મારે સ્વામી—ચિતામાં ખાળવાને આ લેઈ જવામાં આવે છે તે-આજ જ મરી ગયા છે, માટે તેને ભેટવા હું તેની પાછળ જવા તૈયાર થઈ ગઈ છું.
આનન્દઘન—શેઠની પુત્રી! તારા પ્રિયતમ સ્વામી, શરીર છે કે શરીરમાં રહેલા આત્મા છે? જો તું શરીરને પ્રિયતમ સ્વામી ધારી તેને ભેટવા જતી હાય તા તે અયુક્ત છે. કારણ કે શરીર તેા જડ છે અને ક્ષણવનાશી છે. શરીર કોઈનું થયું નથી અને થવાનું નથી. શરીર સપ્તધાતુથી ઉપજ્યું છે. જેના ઉત્પાદ છે તેના નાશ છે. શરીરની ઉત્પત્તિ હાવાથી શરીરને નાશ થાય છે. શરીર કંઈ તારા પ્રેમને સમજી શકતું નથી, માટે શરીર તેા સ્વામી ગણાય નહિ. જો તું શરીરમાં રહેલા આત્માને સ્વામી માનતી હાય તેા શરીરમાં રહેલા આત્મા તા પેાતાના કર્મના અનુસારે પરભવમાં ગયા; તેના શરીરની સાથે મળી જવાથી ભિન્ન કર્મયોગે ભિન્ન ગતિ-અવતાર થવાથી તેને ભેટવાનું કાર્ય થવું દુર્લભ છે, માટે હવે તું કાને ભેટીશ ?
શેઠપુત્રી—હું સ્ત્રી છું અને મારા પતિ દેવલાકમાં ગયા છે, માટે હું પણ તેની ચિતામાં મળી ભસ્મ થઈ મારા પતિ પાસે જવાની.
આનન્દઘન—તારા શરીરમાં રહેલા આત્મા સ્ત્રી છે કે તારૂં શરીર સ્ત્રી છે? તું તે આત્મા છે. શરીરના વ્યવહારથી તું સ્ત્રી ગણાય છે. તારા પતિ દેવલાકમાં ગયા એવા કેવલી વિના કાણુ નિર્ણય કરી શકે? તું ખરા પતિને અને તેના પ્રેમને ઓળખવા માટે સમયે થઈ નથી, તેથી તું ભ્રાન્તિમાં પડી ખરા પતિની ભક્તિ કરી શકતી નથી. શેઠપુત્રી—ખરો પતિ કાણુ અને તેની ખરી શ્રી કાણુ ?
તારા
આનન્દઘન—ખરા પતિ પ્રત્યેકના શરીરમાં રહેલા આત્મા છે અને આત્મારૂપ સત્યપતિની શુદ્ધ ચેતનારૂપ ખરી સ્રી છે. શરીરમાં તારા આત્મા એજસત્તાએ ખરો પતિ છે અને શુદ્ધર્મવાળી મતિરૂપ સુમતિ એજ શરીરમાં રહેલા આત્માની ખરી સ્ત્રી છે; બાકી શરીર અને હાડકાંઓમાં પતિ અને સ્ત્રીપણું ધારવું એ ભ્રાન્તિ છે.
શેઠપુત્રી—તમારૂં કથવું સાચું છે પરંતુ પર આત્મા તે પેાતાના પતિ કેમ ન ગણાય ?
લ. . ૨૫
For Private And Personal Use Only