________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
નથી. શ્રીમદ્ રવિસાગરજી મહારાજા કે જેમની ઉમ્મર સત્તોતેર વર્ષની હતી તેમનું પણ એવું કથન હતું કે, શ્રીમદ્ આનન્દઘનજી અલ્પ વજ્ર રાખતા હતા અને જૈન સાધુના વેષે ફરતા હતા. શ્રીમદ્ મેાહનલાલજી મહારાજજી વૃદ્ધ હતા તેમની સં. ૧૯૫૭ ની સાલમાં અમને સુરતમાં મુલાકાત થઈ હતી. તેઓશ્રી પણુ કહેતા હતા કે, તેએ સાધુના વેષે વિચરતા હતા. સાધુના વેષ તેમણે છેડ્યો ન હતા. શ્રીમદ્ પન્યાસ પ્રતાપવિજયજી તથા તેમના વૃદ્ધ ગુરૂ શ્રી ગુમાનવિજયજીએ પણ સં. ૧૯૪૯ ની સાલમાં વિજાપુરમાં અમને તે પ્રમાણે કહ્યું હતું. પન્યાસ શ્રી યાત્રિમલજી પણ વૃદ્ધ હતા તેમને અમાએ પુછ્યું હતું; તેમણે પણ કહ્યું હતું કે તેઓ ગુફાઓમાં ગામની બહાર ઘણું રહેતા હતા પણ સાધુને વેષ ધારણ કરતા હતા. હાલમાં એટલે સ. ૧૯૬૯ ની સાલમાં અમદાવાદમાં વિરાજિત ખરતર ગચ્છના વિદ્વાન્ મુનિરાજ શ્રી કૃપાચંદ્રજીએ પણ કહ્યું હતું કે તેમણે સાધુ વેષના ત્યાગ કર્યો ન હતા. કોઈપણ પટ્ટાવલીમાં તેમણે સાધુ વેષનેા ત્યાગ કર્યો હોય એવે ઈશારો અવલોકવામાં આવતા નથી. શ્રીમદ્ આનન્દઘનજીને જેમણે આંખે દેખેલા છે એવા જ્ઞાનવિમલસૂરિજીએ તેમની ચાવીશી ઉપર ટએ પૂર્યો છે, પણ આનન્દઘનજીએ અમુક કારણેાથી સાધુના વેષ ત્યાગ કર્યો હતા એવા જરા માત્ર પણ ઈશારે કર્યો નથી. નમિનાથના સ્તવનમાં જ્ઞાનસારજીએ સ્તવનના અર્થ પૂરતાં, શ્રીમદ્ આનન્દઘનજી પેાતે લેાકેાને હું જૈનના જંદા છું' અર્થાત્ જૈન સાધુવેષ ધારી છું; એમ
થતા હતા. જો તેઓએ જૈન સાધુના વેષ ત્યજ્યેા હાત તેા હું જૈનના સંદે! હું એમ શી રીતે તેમના સંબન્ધે કથી શકત ? શ્રીમદ્ આનન્દઘનજીને જૈન ધર્મની હાડોહાડ શ્રદ્ધા હતી. શ્રાવકના ખેલવાથી પેાતાના વેષ છોડી દે એવી બાલચેષ્ટા કદી તે કરે જ નહિ. કોઈ એમ અનુમાન કરે કે પેલા શ્રાવકે તેમની પાસેથી ધા, ( રજોહરણુ ) મુહપત્તિ ખેંચી લીધી હશે ! આવું પણ કાઈ કથે તે અસત્ય ઠરે છે; કેમકે તે વખતના શ્રાવકેાની સાધુએ ઉપર હાલના કરતાં કરોડગણી શ્રદ્ધા ભક્તિ હતી, તેથી તે કદી એવું મહાપાપ કરવા પ્રવૃત્તિ કરે નહિ, તેમ જ તે શેઠીયાના હાથમાં એવી સત્તા ન હતી કે તે સાધુના વેષ લેવા સમર્થ થાય. આનન્દઘન મહારાજને સાધુ ધર્મ ઉપર અત્યંત શ્રદ્ધા હતી અને સાધુ વેષ છોડવાને કોઈ પણ કારણ તેમને નહેાતું એમ સિદ્ધ થાય છે. પોતે પાતાને સવેગ ૫ક્ષીમાં ગણતા હતા, તેથી તેઓ સાધુના વેષ ધારણ કરતા હતા.
For Private And Personal Use Only