________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ ) ઉદ્ધારરૂપે કરી હોય એમ જણાય છે, અને તેથી તેઓ ગુર્જર દેશમાં જમ્યા હોય એમ કહેતાં વિરૂદ્ધતા પ્રતિપાદક અનુમાનોને અવકાશ મળતો નથી. શ્રીમદ્ ઉત્તરાવસ્થામાં અનેક કારણેથી મારવાડ તરફ વિચર્યા હોય એમ લાગે છે. ઉપરના વિચારોથી ગુર્જર દેશમાં તેઓને જન્મ થયો હોય તેમ અનુમાન વડે નિર્ણય થાય છે. જ્યાં સુધી મારવાડ વગેરે દેશના તેઓ હોય એવા ચોક્કસ પુરાવાઓ ન મળે ત્યાં સુધી ભાષા વગેરેનાં અનુમાનથી ગુર્જર દેશમાં તેઓને જન્મ માનવામાં અમારું ચિત્ત દેરાય છે. તેઓ કાઠીયાવાડ દેશમાં જન્મ્યા હતા એમ કઈ કઈ શબ્દના આધારે કહે તો તે પણ વિચાર એગ્ય ઠરતો નથી; કારણ કે બાર ગાઉએ બોલી બદલાય આ નિયમના અનુસારે કેઈ શબ્દ ખાસ કાઠીયાવાડમાં બોલાતે આવી ગયે હોય તે તે તેમનો કાઠીયાવાડમાં વિહાર હોવાથી બની શકે તેમ છે; તેથી તે કંઈ કાઠીયાવાડ ભૂમિમાં જન્મ્યા હોય એમ થી શકાય નહિ. અઢારમા સૈકાની ગુજરાતી ભાષાના શબદ કરતાં, તે સમયના કાઠીયાવાડના ખાસ ઘરગથ્થુ શબ્દો કેટલાક જુદા હતા એમ જૂની પ્રતિયોના આધારે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાંસુધી, અમુક શબ્દ તો કાઠીયાવાડનાજ શ્રીમનાં સ્તવનોમાં છે એમ કહી, કાઠીયાવાડના તેઓ વતની હતા એમ સિદ્ધ કરી શકાય નહિ. કાઠીયાવાડ પણ ગુજરાતમાં ગણાય છે. કાઠીયાવાડ અને ગુજરાતમાં ગુર્જર ભાષાનો વ્યવહાર પ્રવર્તે છે. અઢારમા સૈકાના કાઠીયાવાડ અને ગુજરાતના લેખકેની જૂની પ્રતિના આધારે તે વખતના ગુજરાત અને કાઠીયાવાડના ઘરગથુ શબ્દોનો નિર્ણય કરી શકાય. તે સૈકાના અને વર્તમાન સૈકાના ઘરગથુ શબ્દોમાં કેટલે ફેરફાર થયો છે તેને સાક્ષરે જે તપાસ કરે તે ભાષાની ઉત્કાન્તિ અર્થે ઘણે પ્રકાશ પાડી શકે. હવે મૂળવિષય તરફ વળીને કથવાનું કે, ભાષા શબ્દવડે પણ તેઓ ગુર્જર દેશના હતા એમ કહેવામાં દલીલપૂર્વક કેઈ વિરોધ સામે ટકી શકતો નથી. અઢારમા સૈકાની ગુર્જર ભાષાની જાની લખેલી કતિ અમારા વાંચવામાં આવી છે તેમાં તે સમયના ગજરાતી ઘરગથુ શબ્દો જે અન્ય સાક્ષર જૈનપંડિતે અને જૈનેતર પંડિતે લેખમાં વાપરતા તેવાજ શ્રીમદે વાપરેલા છે, માટે તે ગુર્જર દેશમાં જન્મ્યા હોય એમ માની શકાય છે. આ સંબધની વિશેષ ચર્ચા કરવામાં આવે તે એગ્રન્થ થઈ જાય; અતએ સંક્ષેપથી આ પ્રમાણે વિચારે જણાવીને શ્રીમની દીક્ષા વગેરે સંબન્ધી વિચાર કરવામાં આવે છે. શ્રીમદ્ કઈ જાતના અને ક્યા કૂળમાં જન્મ્યા હતા તેને નિર્ણય થઈ શકે તેમ નથી.
For Private And Personal Use Only