________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ )
હજી શ્રીમદ્ આનન્દઘનજીના પદોની શોધ કરવાનું કામ ચાલુ છે; તેમાં જે લાભ મળશે તે બીજી આવૃત્તિમાં સુધારે વધારે કરવાનું બની શકશે. કેટલાક લેખકે આનન્દઘનજીના પદોના અનુકમમાં કંઈક પૂર્વપશ્ચાને હેતુ છે એમ જણાવે છે. સારાંશ કે અમુક પદ પછી અમુક પદ લખવામાં આવ્યું તેનું કારણ છે, એમ કલ્પના કરીને અવતરણ કરવા ધારે છે, પણ એવા અવતરણનુક્રમના નિયમની વ્યવસ્થા બાંધી શકાય નહિ; કારણ કે તેમણે જે વખતે હૃદયમાં જે ઉભરા પ્રકટયા તે–અકત્રિમ પદ તરીકે બહાર કાઢયા છે. શ્રીમદ્ આનન્દઘનજીના હદયના અકૃત્રિમ આધ્યાત્મિક ઉભરાઓનાં બનેલાં પદમાં સજીવનપણું ઝળકી રહ્યું છે. પિતાના હૃદયના ઉભરારૂપ પદકૃતિ પ્રતિમાને જગતમાં તેઓ સદાકાલનેમાટે જગતના કલ્યાણાર્થે મૂકી ગયા છે,
શ્રીમદ્ભા પદને ભાવાર્થ લખવામાં બને તેટલી કાળજી રાખી છે. “ભ ભૂલે અને તારે બે.” વા ચાલતાં પ્રમાદથી ખલન થઈ જાય, એ ન્યાયની પેઠે, શ્રીમદના પદમાં મતિમાંથી વા પ્રમાદદષથી જે ખલન થયું હોય તેની સજજન પુરૂષો પાસે ક્ષમા માગું છું અને તતસંબધી મિથ્યાદુષ્કત દઉં છું. શ્રી મા આશયો સમુદ્રની પેઠે ઘણું ગંભીર છે તેમાંથી સાર ખેંચવો એ અતિ દુર્ઘટ કાર્ય છે. તેમના પદનો ભાવાર્થ લખતાં દેશ-કાલ આજુબાજુના સંયોગો અને આત્માની તે વખતની પરિણતિ, એ સર્વની અસર તે વખતે થઈ હોય એમ સુજ્ઞ વાચકે સમજી શકશે. કેઈપણ ગ્રન્થ વાંચતાં પહેલાં તે લેખક કેવી સ્થિતિમાં મૂકાયો હતો અને આજુબાજુના કેવા સંયોગો તેને મળ્યા હતા, કેવી સ્થિતિમાં તેને આત્મા વર્તતો હતો એ જાણવામાં આવે તો જ લેખકના હૃદયનો સાર ખેંચી શકાય. લેખકના લેખો વાંચીને સાક્ષરે, તે પુરૂષ કઈ સ્થિતિમાં હતો, તેની આજુબાજુના કેવા સંયોગો હતા તથા તે વખતમાં તે કેવા વિચાર વાતાવરણના સંબધમાં હતો, તે સુધારક હતો કે કેમ? તે સર્વને જાણીને લેખકના જીવન વૃત્તાંતની મૂર્તિ ઘડી કાઢે છે; તેમ શ્રીમનાં પદો વાંચીને તેમના આત્માની કેવી દશા હશે? આજુબાજુના દેશકાલપરત્વે કેવા સંયોગોમાં તે મૂકાયા હશે? તે સંબધી તકણું કરીને તેમનું જીવનવૃત્તાંત પંડિતે તારવી શકે છે.
તેમના પદનો ભાવાર્થ લખતાં, પહેલાં શબ્દચાતુર્ય કરતાં ભાવપ્રાધાન્ય લાવવાની ઘણું જરૂર છે, તપદોમાંથી ભાવ ખેંચીને વાચકોની આગળ તાત્પર્યાર્થ મૂકી દેવો તે અતિ દુર્ઘટ કાર્ય છે. પદનો સિધો
For Private And Personal Use Only