________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
હું આત્મા છું, પરભાવ એ મારા ધર્મ નથી, સ્વભાવ એજ મારે ધર્મ છે, પરભાવરૂપ પરતન્ત્રતાને હું ઇચ્છતે નથી અને તેથી હું ત્યારે છું, મારે એનું પ્રત્યેાજન નથી, એવા શુદ્ધભાવ ધારણ કરીને અધિકારપરત્વે કાર્યો કરવાથી અન્તરમાં તીવ્ર સંકલેશ થતા નથી અને ક્ષણે ક્ષણે આત્માના પરિણામની અનન્તગુણી શુદ્ધિ થાય છે. શુભાશુભ પરિણામથી રહિત અને શુદ્ધાય્યવસાયમાં રમતા એવા આત્મા, પેાતાની ખરી સ્વતંત્રતાના ભાગી બને છે.--યોોધર્મ, પરગામે વન્ય અને શિયાળુ ર્મ, આ ત્રણ કહેવતાને ગુરૂગમપૂર્વક અનુભવ પ્રાપ્ત કરવામાં આવે તે આત્માના પરિણામની શુદ્ધિદ્વારા સત્યવશતા પ્રાપ્ત કરવામાં ખરેખર ઉત્સાહ પ્રગટી શકે. આત્માના પરિણામની જેમ જેમ શુદ્ધૃતા થતી જાય છે તેમ તેમ ઘણાં કર્મોથી આત્મા મુક્ત થતા જાય છે. તે ભવમાં સિદ્ધ થનારા જીવાને સત્તામાં અન્તઃ સાગરોપમ કાટી કેટ સ્થિતિવાળાં કર્મના સદ્ભાવ છે. ઉત્ત્ત-વિશેષાવડે " તદ્દસિદિાનામવિ नियमेन सत्तायामन्तः सागरोपमकोटीको टिस्थितिकस्य कर्मणः सद्भावात् । तद्भवसि - વિસ્થાપિ સત્તાયામમંડ્યેયમાનિતર્મળઃ સત્તાવાર્ ॥ તે ભત્રમાં સિદ્ધિપદ પામનાર જીવને પણ સત્તામાં અસંખ્યાત ભર્જિત કર્મને સદ્ભાવ છે. આટલા બધા અસંખ્યેય ભવનાં ઉપાર્જિત કમૅને આત્માર્થી યાની, આત્માના શુદૃાય્યવસાયવડે ખપાવીને મુક્ત થાય છે.
આત્માનેા શુદૃાય્યવસાય એજ આત્માની ખરી સ્વવશતા છે. આત્માના શુદૃાય્યવસાયથી અષ્ટકર્મને ઉપક્રમ થાય છે. દીર્ઘકાલ ભાગવવા યોગ્ય કર્મને પણ આત્મા ખરેખર ઉપક્રમયેાગે સ્વલ્પકાલમાં પ્રદેશેાદચથી ભાગવી લે છે. અધ્યાત્મયોગથી આત્મા ક્ષણે ક્ષણે પાતાના પરિણામની શુદ્ધિ કરે છે અને તેથી ઉપરઉપરનું ગુણુસ્થાનક પ્રાપ્ત કરે છે. જેમ જેમ તીવ્રસંકલેશ ટળતા જાય છે તેમ તેમ ઉપરઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત થતું જાય છે. તીવ્રસંલેશની જેમ જેમ મન્દતા થાય છે તેમ તેમ અશુભકર્મને મન્દ રસ પડે છે અને શુભકર્મના ઉત્કૃષ્ટ રસ થાય છે. ચિત્તમાં માહની પ્રખલતાથી તીવ્રસકલેશ પ્રગટે છે. તીવ્રસંકલેશની મન્દતા જેમ જેમ કરવામાં આવે છે. તેમ તેમ કર્મથી આત્મા હલકા થતા જાય છે. જેમ જેમ આત્માના શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામે છે તેમ તેમ આત્માની ખરી સ્વવશતાનેા અનુભવાનન્દ પ્રગટે છે અને તે ભેદવામાં આવે છે. પાંચમા કર્મગ્રંથમાં શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી તીવ્રસંકલેશ અને આત્માના અધ્યવસાયની શુદ્ધિ સંબન્ધી એવું સરસ વિવેચન કરે છે કે, જેનું મનન કરતાં આત્માના સંબન્ધમાં કેવી રીતે વર્તવું અને કર્મને કેવી રીતે હરવું તેના સ્પષ્ટ
For Private And Personal Use Only