________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
જાય છે. કૃષ્ણચિત્રક મૂલના જેવા આત્મતત્ત્વજ્ઞાતા મુનિવર હોય છે તે દુનિયાના પ્રવાહમાં તણાતા નથી. રાગદ્વેષના પ્રવાહના સામા તે વહે છે અને રાગદ્વેષના છેદ કરે છે. ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના આવી અપૂર્વ શક્તિ અન્યત્ર સંભવી શકે નહિ. અધ્યાત્મજ્ઞાન ચિત્રાવેલીના સમાન છે. અધ્યાત્મજ્ઞાન એ ભાવ ચિત્રાવેલી સમજવી, આત્માના શુદ્ધસ્વરૂપમાં રમણતા કરવી; એજ સત્ય-મેાક્ષમાર્ગ છે તે સંબધી નીચેપ્રમાણે સાક્ષી છે.
ચ.
नियमग्गो मुखखो ववहारो पुण्णकारणो वृत्तो । पढमो संवररूवो आसवहेउ तओ बीओ ॥
( આમસરાત થાયાં. )
નિશ્ચયમાર્ગ તેજ મેક્ષમાર્ગ છે. વ્યવહાર છે તે પુણ્યનું કારણુ છે. નિશ્ચયનય છે તે સંવરરૂપ છે અને વ્યવહારનય છે તે આશ્રવહુંતુરૂપ છે. વ્યવહારનય આદરવા યાગ્ય છે. નિશ્ચયનયની સાધ્યદષ્ટિ રાખીને વ્યવહારથી પ્રવૃત્તિ કરવી. આત્માસંબન્ધી શ્રીમદ્ હેમચન્દ્રસૂરિનું નીચેપ્રમાણે કથન છે.
यः परमात्मा परंज्योतिः परमः परमेष्ठिनां । आदित्यवर्णोतमसः परस्तादामनन्तियम् ॥ १ ॥ सर्वे येनोदमूल्यन्ते - समूलाः क्लेशपादपाः ॥
( વીતરાગસ્તોત્રે. ) नयभंगपमाणेहिं- जो अप्पा सायवायभावेणं । जाणइ मोरकस रूवं- सम्मदिठीओ सोनेओ ॥
( ભાગમસારગત પચાયાં. ) આત્માના શુદ્ધ સ્વરૂપસંબન્ધી અનેક શાસ્ત્રોમાં વિવેચને મળી આવે છે. સાત નય અને સભંગીપૂર્વક સ્યાદ્વાદષ્ટિએ આત્માનું સ્વરૂપ જે અવબાધે છે તેઓ મેાક્ષસ્વરૂપ જાણે છે, અને તે સમ્યગ્દૃષ્ટિ અવધવા. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર મનુષ્ય સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. સ્યાદ્વાદભાવે આત્મતત્ત્વને અવોધવું એ ધારવા કરતાં ઘણું દુર્લભ છે. અધ્યાત્મજ્ઞાનમય આગમેના બહુ વર્ષપર્યન્ત અભ્યાસ કર્વાથી અધ્યાત્મજ્ઞાનમાં પરિણમાય છે, માટે બાળજીવાએ ગીતાર્થ મુનિવરની સેવા કરીને આત્મતત્ત્વનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા. ગુરૂની આજ્ઞાપ્રમાણે વર્તવાથી અધ્યાત્મના અનુભવ આવે છે. સિદ્ધાન્તાના જ્ઞાતા એવા અનુભવી ગુરૂની સેવાથી અધ્યાત્મજ્ઞાન મળે છે. તસંઅન્ધી શ્રીમદ્ ઉપાધ્યાય નીચે મુજબ કંથે છે,
For Private And Personal Use Only