________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯) અપેક્ષાએ વ્યાપક એટલે વિભુ એવો આત્મારૂપ હું પરમાત્મા છું; એ હું શબ્દનો અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ ગુણ અને ગુણથી અભિન્ન, તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કથંચિત્ ભિન્ન એ જ્ઞાનદર્શન–ચારિત્ર અને વીર્યમય હું આત્મા છું; એવો હું શબ્દનો અર્થ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા ક્ષાયિકચારિત્ર આદિ જેના ગુણે છે એ પરમાત્મા તે હું છું; એવો હું શબ્દને અર્થે છે. ઉપર્યુક્ત સેહં શબ્દવા... મારો આત્મા તેજ હું છું, તેવિના બાકીના જડ ધર્મોમાં મારાપણું નથી, એવો દૃઢ નિશ્ચય કરીને સાધુયોગી સેહ શબ્દને ધાગો સાંધે છે અને તેને અજપાજાપ જપે છે. જે જાપ વાણુથી જપ ન પડે અને સ્વાભાવિક રીત્યા શ્વાસોચ્છાસથી હું તરીકે ઉઠે છે, તે જગ્યા વિનાને જાપ થાય છે, માટે તેને અજપાજાપ તરીકે કથે છે. અજપાજાપની વિધિ ગુરૂગમથી ધારવી જોઈએ. ફોનોગ્રાફની પેઠે સુરતાને ત્યાં ઠરાવ્યા વિના અજપાજાપ થાય છે, તે કંઈ આત્માની સ્થિરતા માટે થતો નથી. અજપાજાપની સાથે સુરતાને સંબન્ધ રાખવામાં આવે છે તો ત્રણ ચાર માસમાં યોગી, મનની દશાને ફેરવી નાખે છે અને દિવ્ય પ્રદેશમાં પિતાના મનને લઈ જાય છે, તથા ઘણું વિકલ્પસકોને રેધવા સમર્થ થાય છે. અજપાજાપથી સાધુયોગી શાતિ પ્રાપ્ત કરે છે અને મનને પોતાના તાબામાં રાખવા સમર્થ થાય છે, તથા સંકલ્પની સિદ્ધિસન્મુખ ગમન કરે છે. સાધુગી અજપાજાપની આ પ્રમાણે જપમાલા ગણે અને અન્ય શું કરે તે દર્શાવે છે. ડાબીનાસિકાને ગગા કથે છે. અને જમણી નાસિકાને યમુના કળે છે. ઈડા અને પિંગલા એ બે નાસિકાઓ સાથે વહે છે તેને સુપુષ્ણુ કહે છે અને યોગની પરિભાષાએ તે સરસ્વતિ કથાય છે. ઈડ પિંગલા અને સુષુષ્ણુની ઉપર જલધારા વહે છે. કેઈ તેને અમૃતધારા કથે છે. ખેચરી મુદ્રા કરનાર તે અમૃતબિન્દુઓને ગ્રહણ કરે છે. ડાબી અને જમણી નાસિકાન વાયુ તથા સુષુષ્ણુને રોધ થતાં સાધુયોગી બ્રહ્મરશ્વમાં પ્રવેશ કરે છે, અર્થાત તે પરમાત્મજ્ઞાનમાં પ્રવેશ કરે અને ત્યાં સમતારૂપ અમૃતધારામાં સ્નાન કરીને મગ્ન બને છે. ખરેખર બ્રહ્મરશ્વમાં સ્થિરતા થતાં આનન્દામૃતધારાને અનુભવ પ્રકટે છે. આત્મબંધુઓ ! આત્માના શુદ્ધ ગુણો પૈકી એક ગુણમાં લીન થઈ જાઓ, અથૉત્ પિતાના આત્માના અસંખ્ય પ્રદેશો ખરેખર બ્રહ્મરંધ્રમાં છે, તેજ આત્મા હું છું, એવા ઉપગમાં કલાકોના કલાકેપર્યત સ્થિર થઈ લીન થઈ જાઓ; એટલે “મધર વધે ગયા” એનો અનુભવ તમે પોતે પ્રાપ્ત કરી શકશે. ઈડાપિંગલા અને સુષુમ્ભ
For Private And Personal Use Only