________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). નકામો કાળવ્યય તજીને લયસમાધિના માર્ગ પડે, એટલે પિતાની મેળે મોક્ષનું સુખ ભોગવી શકાશે; એમાં જરા માત્ર શંકા નથી. મોટા મેટા મુનિવરેએ લયસમાધિનો આશ્રય લહી મેક્ષને પરમાનન્દ અનુભવ્યું છે. લયાવસ્થાથી મોક્ષનો પરમાનન્દ સાક્ષાત્ ભગવાશે અને તેથી પિતાને ભવ્યપણુની ખાત્રી થશે, તેમજ થોડા ભવમાં મુક્તિની પ્રાપ્તિ થશે. લયાવસ્થામાં મોક્ષને પરમાનન્દ ભગવતાં મુક્તિના સુખની પૂર્ણ શ્રદ્ધા થાય એટલે, આત્માના ભવ્યપણાનો નિર્ણય થાય એમાં શું આશ્ચયે? લયાવસ્થામાં મુક્તિના સુખને અત્ર સાક્ષાત્કાર થવાથી સંસાર અને મુક્તાવસ્થામાં સમાનતા ભાસે છે. આ બાબતનો નિશ્ચય આવી દશામાં ચઢેલા મુનિવરેના હૃદયમાં ભાસે છે. આખી દુનિયાનું સાધ્યબિન્દુ સુખ છે, કારણ કે આખી દુનિયાના મનુ સુખને માટે રાત્રી દિવસ બધી ધમાલ કર્યા કરે છે, પણ તેમને જે સુખ મળે છે તે ક્ષણિક હોવાથી તેમને શાન્તિ મળતી નથી અને સંસારમાં સુખ મેળવવા પ્રતિક્ષણ વિશેષ વિશેષ પ્રયત્ન કર્યા કરે છે. તેમના શરીર ઘસાઈ જાય છે, અને શરીર માટી ભેગું મળી જઈને માટી થઈ જાય છે, તે પણ દુનિયાના મનુષ્ય ખરા નિત્ય પરમાનન્દના ભોગી બની શકતા નથી, પણ જે તેઓ શ્રીમદે કથેલી એવી લયસમાધિ તરફ પ્રવૃત્તિ કરે તે શ્રીમદ્ભા આત્માની પેઠે મોક્ષને પરમાનન્દ અત્ર ભોગવી શકે. શ્રીમદ્ શ્રી હેમચન્દ્રસૂરિ આ પ્રમાણે પિતાને થતા મોક્ષના પરમાનન્દને ઉભરે બહાર કાઢીને હવે સદાકાલ લયાવસ્થામાં થતા સુખનો ઉપદેશ આપતા છતા, નીચે પ્રમાણે પિતાના મન મિત્રને શિખામણ આપે છે.
! હ્યોન | मधु न मधुरंनैताः शीतास्त्विषस्तुहिनद्युतेरमृतममृतंनामैवास्याः फलेतुमुधासुधा तदलममुनासंरंभण प्रसीदसखेमनः फलमविकलंत्वय्येवैतत् प्रसादमुपेयुषः ॥ ५२ ॥
T (યોગાસ્ત્ર.) આ લયાવસ્થાદ્વારા થતા પરમાનન્દની આગળ મધુ તે મધુર નથી, ચન્દ્રમાની કાંતિ તે શીતળ કાંતિ નથી, અમૃત તે નામ માત્ર અમૃત છે અને સુધાત ફેગટ છે, માટે હે માનમિત્ર ! આ દુનિયાના પ્રયાસથી સર્યું. મારા ઉપર તું પ્રસન્ન થા! કારણ કે લયાવસ્થાદ્વારા નિર્દોષ સહજ સુખરૂપ ફળ મેળવવું તે તારા પ્રસન્ન થવા થકીજ મળી શકે તેમ છે. મનમાંથી અનેક પ્રકારના દોષો નીકળી જવા અને આત્માભિમુખ મનનું થવું, એજ મનની પ્રસન્નતા છે. આત્માના
For Private And Personal Use Only