________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિતનાથ ચિત્યવંદન
અજિત અયોધ્યાને ધણું, ગજલંછન ગાજે; જિતશત્રુ વિજયા તણ, સુત અધિક દીવાજે. ૧ સાડા ચારસો ધનુષદેહ હેમ વર્ણ વિરાજે; બોતેર લાખ પૂર્વ આયુ, ત્રિભુવન પનિ જે. ૨ સંમેતશિખર અણસણ કરીએ, પહેચ્યા મુક્તિ મેઝાર; રૂપવિજય કહે સાહિબા. આવાગમન નિવારા. ૩
અજિત સામિય, અજિત સામિય, નમું નિત દેવ; નયરી અયોધને ધણું, રાય જિતશત્રુ તણે નંદન; વિજયા રાણી ઉર ધર્યો, વિષમ વીર મદ મોહ-કંદણ; સમેતશિખર ભુગતે ગયા, કંચનવરણ શરીર; ગજલંછન જિનવર નમો, જિન પામે ભવતીર.
સુદિ વૈશાખની તેરશે, ચવિયા વિજયંત, મહા શુદિ આઠમે જનમિયા, બીજા શ્રી અજિત. ૧ મહા સુદિ નવમે મુનિ થયા, પછી ઇગ્યારસ, ઉજવળ ઉજજવળ કેવળી, થયા અક્ષય કૃપારસ. ૨ વૈશાખ શુક્લ પંચમી દિને એ, પંચમ ગતિ લહ્યા જેહ, ધીરવિમલ કવિરાયને, નય પ્રણમે ધરી નેહ. ૩
For Private And Personal Use Only