SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાપેક્ષાએ સાતનયથી કથિત આત્મસ્વરૂપ માનતાં હઠકદાગ્રહ રહેતું નથી. તેમજ વળી કઇ દશન ઉપર દ્વેષ થતે નથી. જૈનસ્યાદ્વાદદર્શનની ખુબી તે એ છે કે, આત્મતત્વના જે જે ધમે છે તે અપેક્ષાએ સાચા છે. તેથી આત્મતત્વના જે જે ધર્મો છે જે દર્શનમાં એકાંતે કહેલા હોય છે તે પણ સ્વાદ્વાદવાદ સાપેક્ષબુદ્ધિથી તેને સમ્યપણે પરિ. ગુમાવે છે. અને ચાર વેદ વિગેરે શાસ્ત્રોમાં એકાંતે કહેલું આત્મતત્ત્વનું સ્વરૂપ પણ નયની અપેક્ષાએ સમયપણે ગ્રહણ કરે છે. પણ સ્યાદ્વાદજ્ઞાની વિનાના બાકીના જીવોને સ્યાદ્વાદષ્ટિ ખુલી નથી તેથી તેઓ એકાંતે આત્મતત્વને સ્વીકારી હઠકદાગ્રહના આવેશમાં સમતામૃતનું પાન કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી સમકિત પામેલ છવ મિચ્યા દ્રષ્ટિએ લખેલ એકાંત શાસ્ત્રને પણ નયની અપેક્ષાએ સમજી સમ્યકરૂપે પરિણુમાવે છે. અને સાત નથી પરસ્પરની અપેક્ષા ન સમજનાર મિથ્યા દષ્ટિજીવ પીસ્તાલીશ આગમને પણ મિથ્યાત્વપણે પરિણાવે છે. સ્યાદ્વાદસ્વરૂપે આત્મસ્વરૂપ સમજીને અધ્યાત્મજ્ઞાની છવ ષદર્શનના ઝઘડને પણ જીતી તેના પેલે પાર પહોચે છે; અને અધ્યા જ્ઞાનીની મધ્યસ્થષ્ટિ થવાથી સત્યને સત્યપણે પારખે છે અને અસત્યને મહત્યપણે જાણે છે. અનેકાંતનયપૂર્વક યાત્મજ્ઞાન થયા બાદ, જીવ પ્રાયઃ મિથ્યાત્વ જાળમાં પડતું નથી, માટે સાતનયપૂર્વક પર્શનનું સાપક્ષપણું સમજી અધ્યાત્મજ્ઞાન કરી આત્મામાં રમવું. આત્મા નિર્ભય નિરાકુળ. અને જ્ઞાનપ્રકાશમય છે. આત્માના જ્ઞાનમાં સર્વ જગત્ યપણે ભાસે છે. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકાર ના પ્રરિગ્રહથી પણ આત્મા ભિન્ન છે છતાં જ્ઞાનાદિક ગુણરૂદ્ધિમાન છે. અતીતકાળમાં પણ શુદ્ધાત્મદ્રવ્ય નિશ્ચયનયથી અભેદરૂપ હતું. હવે તે અનુભવમાં પણ અભેદરૂપ ભાસે છે, અને ભવિષ્યકાળમાં પણ શુદ્ધ એકરૂપે રહેશે. આત્મા For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy