________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦ ]
ત્વને પ્રાપ્ત થયેલા ભિક્ષુ-સાધુ થયા હૈાય છે, તે વનવગ ડામાં ભાંય પર સુતેલ હોય કે મલિન-જીણું વસ્ત્રથી શરીર ઢાંકેલ હોય કે લુખા-સુકા રોટલાના ટુકડાથી ભૂખને શાંત કરનારા હાય છે. જેઓ આત્મ-સ્વરૂપની વિચારણા કરનારા હાય, પરમાત્મ-સ્વરૂપનું ધ્યાન કરનારા હોય, તેઓ જે આત્મસુખના અનિચનીય આનંદ અનુભવે છે તેના સુખને અલ્પ અ'શ પણ ચક્રવર્તિ વગેરે અનુભવી શકતા નથી. કારણ કે તે વિષય-ભાગાની લાલચથી લેપાયેલા હાવાથી તેઓની તૃષ્ણા કદાપિ શાન્ત નથી જ થતી. ૪૪. आत्मज्ञानि सुखस्याग्रे, स्पर्शेन्द्रियादिभोगतः । यत्सुखं तत्त दुःखादि - कारकाद् दुःखमेव च ॥४५॥
અધ્યાત્મજ્ઞાનીએ ખાદ્ય પદાર્થોના ભાગની સામગ્રી ન હાવા છતાં પણ આત્મ-સ્વરૂપના ધ્યાનથી જે સુખના અનુલવ નિરતર કરી રહ્યા છે તેની આગળ સ્પર્શ-રસ-રૂપગધાદિ અનેક પ્રકારના વિષયભાગેાના સુખા લક્ષાંશમાં પણ આવી શકતા નથી. તા પણ માહથી જ તેમાં અનાદિકાલથી સુખની ભ્રાન્તિ થાય છે. તે ભ્રાંતિમય સુખા દુઃખના ઉપાદાન કારણેા હોવાથી સમ્યગજ્ઞાનીએ તે સુખને માત્ર એક દુઃખ રૂપ જ જણાવે છે. ૪૫,
सर्वग्रन्थिविनिर्मुक्तो भिक्षुकोऽस्ति स्वयं सुखी । तदग्रे चक्रवर्त्त्याद्या, रङ्कायन्ते हि दुःखिनः || ४६ ॥ જે ભવ્યાત્માએ સર્વ પ્રકારની જગની સ્થિતિને જાણીને મનથી સ્વપરની મમતાના ત્યાગ કરી–માહગ્રન્થીથી મુક્ત
For Private And Personal Use Only