________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
આત્મજાગૃતિ,
દુહા,
ચિદાનન્દ નિર્ભય સદા, નિશ્ચલ એક સ્વરૂપ, પ્રેમે આતમ સેવતાં, વિઘટે ભવભયધૂપ, રત્નત્રયિનું ધામ છે, અકલકલા ગુણખાણ, અવિનાશીના ધ્યાનથી, હવે અમૃતપાન, અનુભવ અમૃતસ્વાદથી, નિશ્ચય રુપ જણાય, જ્ઞાતા દયાતા આતમા, જ્ઞાને મન પરખાય. નિત્યાનિત્ય વિચારિયે, ભેદભેદ સહાય, સાપેક્ષાએ આભમાં, સમજ્યાથી સુખ દાવ, અખ૭ નિર્મલ સત્ય તું, પરમ મહેદય ગેહ, અન્તષ્ટિ દેખજે, વસિયે તું આ દેહ.
તિ: ઝળહળતી સદા, ચેતનની સુખકાર, શકિત અનંતિ સિદ્ધિસમ, ધ્યાતાં ભવને પાર પરપુદગલથી ભિન્ન તું, ધર ત્યારે વિશ્વાસ, ત્રિભુવનપતિ તું દેહમાં, સમજે તે સુખવાસ, જ્ઞાતાય અનન્તને, જાગજાગ મન ચેત, જાગ્રત થાતું આતમા, કાળ ઝપાટા દેત. સહુ મંગલનું સ્થાન તું, સિદ્ધ બુદ્ધ પરમેશ, બુદ્ધિસાગર ધ્યાનથી, પામે નિર્ભય દેશ.
For Private And Personal Use Only