________________
.:
25
પૂજાના કપડા પહેરવામાં અવિધિ... 2 ખેસ ઊંધો પહેરવો અથત પોતાનો ડાબો ખભો ખુલ્લો રહે
તે રીતે ખેસ પહેરવો. 2 ધોતીયું અને ખેસથી વધારે કપડા વાપરવા. 2 પુરુષોએ રૂમાલનો ઉપયોગ કરવો. 2 બહેનોએ રૂમાલનો ઉપયોગ ન કરવો. 2 માત્ર ધોતીયું પહેરવું, ખેસ નહીં રાખવો અથવા ધોતીયાના
અર્ધાભાગને ઉ૫ર લઈને ખેસ કરવો. જેથી પેટ વગેરે
ખુલ્લા રહે. 2 પુજાનાં કપડાથી પરસેવો તથા નાક વગેરે સાફ કરવા. 2 પૂજાનાં કપડાં ગંધાતા રાખવા. 2 પૂજા માટે પેટ/શર્ટ અથવા પાયજામા-ઝભ્ભાનો ઉપયોગ
કરવો. 2 દેરાસરનાં કપડા વાપરવા અને પછી જ્યાં ત્યાં નાખીને જતાં
જ રહેવું. 2 અન્ય કોઈ પ્રસંગમાં વાપરેલાં કપડાંનો ધોઈને કે ધોયા
વગર ઉપયોગ કરવો. 2 પૂજાનાં કપડાંમાં સામાયિક કરવું. 2 પૂજાના કપડામાં કંઈ પણ ખાવું-પીવું, એકી-બેકી જવું. 2 મહિનાઓ સુધી પૂજાનાં કપડાં ધોવા નહીં અને દુર્ગધવાળા
રાખવા. 2 બહેનોએ પૂજાના તરીકે પંજાબી ડ્રેસ વગેરે કપડાં રાખવા. ઘરથી સ્કૂટર આદિ ઉપર તથા સ્લીપર આદિ પહેરીને પૂજા માટે જવું એ વિધિ નથી. પગ ધોવામાં અવિધિ 2 નળની નીચે પગ ધોવા. 2 અણગળ પાણીથી પગ ધોવા. 2 નિગોદવાળી જમીન પર પગ ધોવા અથવા પગ ધોયેલું
પાણી તેવા સ્થાને જાય. 2 પગ ધોયા પછી પાણીનું વાસણ ખુલ્લું રાખવું. 2 વધારે પડતાં પાણીની પગ ધોવા તથા પગને પગ સાથે
ઘસીને પગ ધોવા. આનાથી પાણીના અને પાણીમાં રહેલા જીવોની હિંસા થાય છે. દહેરાસરમાં પ્રવેશ વખતની અવિધિ... 2 પરમાત્માના દર્શન થતાં હાથ જોડીને પ્રણામ નહીં કરવા
તથા “નમો જિણાણં” બોલવું નહીં અથવા જોરશોરથી
બોલવું. 2 વાતો કરતાં કરતાં તથા ઝૂક્યા વિના પ્રવેશ કરવો.
વિદ્યાર્થીઓ એ સ્કૂલબેગ અથવા લંચબોકસ તથા અન્ય
વ્યક્તિઓએ કોઈપણ ખાદ્ય વસ્તુઓ સાથે રાખીને પ્રવેશ કરવો. પહેલી નિસીહીમાં અવિધિ 2 દહેરાસરનાં મુખ્ય દ્વાર પર “નિસીહી” બોલ્યા વિના પ્રવેશ
કરવો. 2 ભગવાન દેખાતા હોય, તો પણ “નમો જિણાણં” નહીં
બોલવું. 2 સુક્યા વિના પ્રવેશ કરવો. પ્રવેશ કર્યા પછી સાંસારિક વાતો કરવી, જેમ કે “તમારા સગપણ ક્યારે થયા ?” ઈત્યાદિ.
આનાથી “નિસીહી” નો ભંગ થાય છે. 2 દહેરાસરના આવશ્યક કાર્યનાં વિષયમાં સૂચના આપવી
જરૂરી હોય છતાં આપવી નહીં અને દહેરાસરની સફાઈ
વગેરે કરવી નહીં. ઘંટનાદ કરવામાં અવિધિ... 2 પ્રવેશ સમયે તથા જતી વખતે ઘંટનાદ કરવો નહીં.
જોરથી ઘંટનાદ કરવો. આમ કરવાથી બીજાઓને પોતાની
આરાધનામાં વિક્ષેપ પડે છે. 2 મનફાવે ત્યારે ઘંટ વગાડવો અથવા વારંવાર ઘંટ વગાડવો. પ્રદક્ષિણા દેવામાં અવિધિ... 2 પ્રદક્ષિણા જ આપવી નહીં. અથવા એક કે બે વાર આપવી. 2 પૂજા કર્યા પછી પ્રદક્ષિણા આપવી, પોતાની જમણી બાજુ
તરફ ફરીને પ્રદક્ષિણા આપવી. 2 દર્શન પુજાને યોગ્ય સામગ્રી હાથમાં રાખ્યા વિના પ્રદક્ષિણા
આપવી. 2 વાતો કરતાં કરતાં પ્રદક્ષિણા આપવી. 2 પ્રદક્ષિણા અધૂરી છોડીને અન્ય કાર્ય કરવા. સ્તુતિ બોલવામાં અવિધિ... 2 પ્રદક્ષિણા પૂર્ણ થતાં તિ માટે ગભારા પાસે જવું નહીં. 2 હાથ જોડીને તથા કમ્મર સુધી નમીને પ્રભુજીને પ્રણામ કરવા
નહીં. આનાથી “અવનત પ્રણામ”ની વિધિનું ઉલ્લંઘન
થાય છે. 2 વચ્ચે ઊભા રહેવું અથવા પુરુષોએ ભગવાનની ડાબી બાજુ
અને બહેનોએ ભગવાનની જમણી બાજુએ ઊભા રહેવું. 2 થાંભલા વગેરેનાં આધારે અથવા વાંકાચૂકા ઊભા રહેવું. 2 સ્તુતિને બદલે બડબડ કરીને નવકાર બોલવો અથવા જોરથી
દર્શનમ્ દેવદેવયં” ઈત્યાદિ અશુદ્ધ ઉચ્ચારપૂર્વક સ્તુતિઓ બોલવી. આનાથી બીજા દર્શનાર્થી-પૂજાથને વિક્ષેપ પડે છે. મુખકોશ બાંધવામાં અવિધિ...