________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ બાર વરસે હુઆ કેવળી રે, શિવ વહુનું તિલક શિર કીધ રે, શિવ સંઘ ચતુર્વિધ થાપિયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે, લગ ૫ ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર છત્રીશ સહસ તે સાધવી રે, બીજે દેવ દેવી પરિવાર રે, બીજો ૩ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ બહોતેર વરસનું આઉખું રે, દિવાલીયે શિવપદ લીધ રે, દિવાલી ૭ અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદી અનંત નિવાસ મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે, તન . ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવી માટે લોકાકાશ તો અમને સુખિયા કરો રે, અમે ધરીએ તમારી આશ રે, અમે ૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવિ ભજિયે કુમતિનો લેશ રે, નવિ ૧૦ મ્હોટાનો જે આશરો રે, તેથી પામિયે લીલ વિલાસ દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે, શુભ૧૧
(કળશ) ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો મેં થયો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરી સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો શુભવિજય પંડિત ચરણ સેવક, વીરવિજય જય જય કરો.
૧૨૦
For Private And Personal Use Only