________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃતવાણ...હાલો ............. ૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રી રાજ જિનાજી પાસે પ્રભુનાં શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ..હાલો.............. ૩ મારી કૂખે આવ્યા તારણતરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ...હાલો મુજને દોહલો ઊપન્યો બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય...હાલો કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો, મેં તો પહેલે સુપને દીઠ વસવાવીસ...હાલો નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાળ, હસશે ભોજાઈઓ કહી દીયર મારાં લાડકા, હસશે રમશે ને વળી ચૂંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠંસા દેશે ગાલ..હાલો
૧૧૨
For Private And Personal Use Only