________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય; જાસ પસંસઈ ભયવં દઢવયાં મહાવીરો.................. ૨
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઇ અવિધિ દુઓ હોય તે સવિહુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, પોસહના અઢાર દોષમાં જે કોઇ પાપદોષ લાગ્યો હો તે સવિહુ.
પર્યુષણનું ચૈત્યવંદન પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પ વિહાર; ચાર માસાત્તર થિર રહે, એહીજ અર્થ ઉદાર. .......... અષાઢ સુદી ચઉદસ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમેં, પડિક્કમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરે, કરે ગુરુના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. .......... ૩ જિનવર ચૈત્ય જુહારીયે, ગુરુ ભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાલ. ... ...... ૪ દર્પણથી નિજ રૂપનો, જુએ સુદૃષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાન રમણ મુનિ ભૂપ. ..............૫ આતમ સ્વરૂપ વિલોકતાં એ, પ્રગટ્યો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ.................... ૬ નવ વખાણ પૂજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; પંચમી દિન વાંચે સુણે, હોય વિરાધક નિયમા................. ૭
૧૦૪
For Private And Personal Use Only