________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બપોરે પડિલેહણ કર્યા પછી પાણી ગળવું જોઈએ, પાણી ગળીને તરત જ ગલણું નીચોવવું નહી પરંતુ છાયામાં સુકવી દેવું. (ચુનો નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.)
(૧૨૪) બહુ મ્હોટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તોડવા આ કુટેવ છે, તેથી તે કુટેવને છોડી દેવી. (૧૨૫) રાત્રે દોરી બાંધી રાખવી નહિં, ગૃહસ્થોએ બાંધેલી હોય તો તે દોરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, તેમ તેના ઉપરથી લેવાં પણ નહિ.
(૧૨૬) સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહી.
(૧૨૭) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા, તથા વાડામાં થંડીલ બનતાં સુધી જવું નહિ (જવાય તો પ્રાયશ્ચિત્ત લઈ લેવું.) (૧૨૮) એમેવ પાસવણે બારસ ચવીસ* તુ પેહિત્તા; કાલસ્સવિ તિન્નિભવે સૂરો અસ્થમુવયાઇ (૬૩૪) જઇ પુણ નિવ્યાઘાઓ આવાસ તો કરેંતિ સવ્વુવિ; સઢાઇ કહણ વાઘાયતાએ પચ્છા ગુરૂ ઠંતિ (૬૩૫)
સ્થંડિલ અને માત્ર ૫૨ઠવવા માટે ચોવીસ ભૂમિ અને કાલ ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું, હવે સૂર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે :- ગુરૂ મહારાજ વ્યાધાત વિનાના હોય તો સર્વ જણ માંડલીમાં પ્રતિક્રમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરૂ મહારાજ વ્યાઘાતવાળા હોય તો ગુરૂ મહારાજ પાછળથી માંડલીમાં આવી પ્રતિક્રમણ કરે (ઓ નિ૦)
૧૧૭
For Private And Personal Use Only