________________
પ્રકાશકના બે બેલ
ભારતવર્ષ એક કાળે કેટલે ઉન્નત હતો, તેની સંસ્કૃતિ કેટલી વ્યાપક અને મર્મદર્શી હતી, તેને ખ્યાલ તેણે કરેલા શિલ્પકલાના વિકાસમાંથી બરાબર સાંપડે છે. આબુ, રાણકપુર, શત્રુંજય, ગિરનાર, તારંગાના ભવ્ય જૈન મંદિરે, મદુરા, કાંચી, ભુવનેશ્વરના અભુત હિંદુમંદિર, અજંતા છલુરા ને આગની ગુફાઓ આજે પણ ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ વિકાસની સાક્ષી પૂરે છે.
આવું ભવ્ય સર્જન તેઓ કેવી રીતે કરી શક્યા હતા ? તેનો વિચાર કરતાં નીચેની ચાર બાબતો નજર સમક્ષ તરી આવે છેઃ
(૧) પરંપરા જ્ઞાન, (ર) કલાદષ્ટિ, (૩) વિષયની એકતાનતા (૪) ઉચ્ચ જીવન.
શિલ્પકારે પોતાની અનુભવસિદ્ધ શિલ્પવિદ્યાને પોતાને માટેજ રાખી ન મૂકતાં, પિતાના શિષ્યોને તથા પુત્રને પ્રેમપૂર્વક શીખવતા અને તે માટે ખાસ ગ્રંથની પણ રચના કરતા. અને તેના જ પરિણામે અપરાજિત, દીપાર્ણવ, વાસ્તુશાસ્ત્ર અને બીજ સેંકડે શિલ્પશાસ્ત્રના ગ્રંથો રચાયા છે, જે બહુમૂલ્ય ભંડાર આજે પણ આપણી સમક્ષ મોજુદ છે..
કલાદષ્ટિ એ સામાન્ય વાત નથી. તેને સંબંધ ભાવનાની સાથે પણ છે. જેની રસવૃતિ ઉંચા પ્રકારની હોય અને જેના ચક્ષુએ કલાના વિવિધ સંસ્કાર પામી કેળવાયા હોય, તેનામાં જ લાદષ્ટિ ઉત્પન્ન થાય અને જ્યાં સુધી આવી દષ્ટિ ઉત્પન્ન ન થાય ત્યાંસુધી શિલ્પકલાનાં ભવ્ય સર્જન થઈ શકે નહિ.
કલાદષ્ટિ સાથે એકતાનતા અથવા એકાગ્રતા અને ધીરજની પણ તેટલી જ જરૂર છે. જ્યાં સુધી લીધેલી વસ્તુમાં એકતાનતા ન
"Aho Shrutgyanam