________________
૫૮ તેમજ આભૂષણેથી શણગાર તથા બીજી ભાયમાન વસ્તુ થી શણગાર.
प्रथमवास्तुपूजानियममंकर्तव्यंनसंशयः ॥ तत्रप्रथमंशुद्धाकर्तव्यास्थंडलिशुभा ॥१५४॥
પહેલાં વાસ્તુ વિધિની સ્થાપના કરવાને માટે સુંદર અને પવિત્ર એટલી બનાવવી. તેને ઘરની ઉત્તર ભાગના ઈશાન ખૂણામાં બનાવી તેની ઉપર ધેાળું વસ્ત્ર પાથરવું અને ધોળા વસ્ત્ર ઉપર પીળું વસ્ત્ર પાથરવું અને પીળા વસ્ત્ર ઉપર લાલ વસ્ત્ર આચ્છાદન કરવું અને તે વસ્ત્રો બધાં બબે ગજ અમચરસ લેવાં.
તે વસ્ત્ર ઉપર સોનાની રેખા તેમજ મણિની રેખા તેમજ પ્રવાલની રેખા બનાવવી અને તે રેખાઓ ઉપર ચાખાની અથવા તે ઘઉંની રેખા પૂરવી. તેની ઉપર ધળું વસ્ત્ર આચ્છાદન કરવું તેની ઉપર આઠ પાંખડીવાળું કમળ કરવું. આવી રીતે જેટલા દેવેની સ્થાપના કરવાની હોય તેટલી એટલી કરવી. તેની ઉપર પણ વસ્ત્ર વગેરે આચ્છાદન કરવું. તેમાં જે એટલી ઉપર કમળ કરવામાં આવે તેની ઉપર બ્રહ્માની સ્થાપના કરવી એટલે ત્રાંબાને લેટે, તેને મેંટે લીલી અતલસ અથવા લાલ અતલસથી તે લેટાનું મુખ નાડાછડી વતી બાંધી લેવું અને તેની સ્થાપના કરવી. તેમજ તે કળશિયામાં પંચરત્નની પડીકી નાંખવી અને પછી મંડપની મધ્યભાગમાં જે એટલી બનાવી હોય ત્યાં બ્રહ્માની સ્થાપના કરવી. ૧૫૪
"Aho Shrutgyanam