________________
૫૩ ૨. એ વાસ્તુપૂજામાં હાનિ કરે માટે શાસ્ત્ર પ્રમાણે તેને પણું બલિદાન આપવું આ શાસ્ત્રનો મત છે. ૧૩૯
प्रासाद भूवनादीनां प्रारंभे परिवर्तने ॥ वास्तुकर्मसु सर्वेषु पूजीतः सौक्षदोभवेत् ॥ १४० ॥
મંદિરે કરાવવામાં આવે, ધરે કરાવવામાં આવે, તેમાં શાસ્ત્રની વિધિ પ્રમાણે વાસ્તુ અવશ્ય કરાવવું જોઈએ. ન કરાવે તે તેમાં ભૂતને વાસ થાય છે અને સુખશાન્તિથી તે ધરે તથા મંદિરમાં રહી શકાતું નથી માટે અવશ્ય વાસ્તુદેવની પૂજા તો કરવી જ જોઈએ.૧૪૦
एकपदादिनोवास्तु यावपदसहस्रकम् । द्वात्रोंशमंडला निस्तु क्षेत्रतुल्याकृतानिच ॥ १४१ ॥
વાસ્તુની વિધિ એક પદથી આરંભીને તે હજાર પદ સુધી થાય છે, તેમજ તેમાં ક્ષેત્રફલના માપ પ્રમાણે તેમજ છેવટમાં છેવટ ૩૨ પદનું વાસ્તુ તો કરવું જ જોઈએ. કેટલાં મંડલો ઉત્તમ તથા મધ્યમ યા કનિષ્ટમાન છે તે આગળ કહી ગયા છીએ તે પ્રમાણે કરવું. ૧૪૧
एकाशितिपदोबास्तु चतुषष्टि पदो थवा । सर्ववास्तुविभागेपु पुजयेत् मंडलंद्वयम् ।। १४२ ॥
એકાશી પદનું તેમજ ૬૪ ચોસઠ પદનું અને છેવટમાં છેવટ ૩ર બત્રીશ પદનું વાસ્તુ થાય. આ પ્રમાણે ઉત્તમ મધ્યમ તથા કનિષ્ઠ વિધિ કહી બતાવી. તેમાં પણ છેવટમાં છેવટ શક્તિ ન હોય તે પણ ૩ર બત્રીશ પદથી તે વાસ્તુ કરવું જોઈએ, વાસ્તુમાં મંડલ બે બનાવવાં. ૧૪૨
"Aho Shrutgyanam