________________
૧૮
આકાશમાં તારાગણે, સૂર્ય ત્થા ચંદ્રને નિયમ પ્રમાણે ઉદય થ, વાયુનું નિયમ પ્રમાણે વાવું, વરસાદનું નિયમ પ્રમાણે વરસવું વગેરે કાર્યો તેની સત્તા સિવાય થઈ શક્તાં નથી. પર
व्योमेसदाशिवमूर्ति शक्तितस्यज्योति शोद्भवा ॥ शिवशक्तिसमयोक्त अवेद्रुद्ररुपकम् ॥५३॥
બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, અને માયા
જ્યારે પરમાત્માને જગતની રચના કરવાની ઈચ્છા થાય ત્યારે તેના તેજમાંથી કલ્યાણકારક માયા તેમજ પુરુપને અજે છે અને તે માયા અને પુરુષના સંયેગથી બ્રહ્મા, વિષ્ણુ તેમજ રૂદ્ર ઉત્પન્ન થાય છે. ૫૩
तेजसोमनसोसृष्टी त्रैलोक्य सचराचरम् ॥ तद्भावसत्वरजतम स्यापित्रतियकम् ॥५४॥
તે તેજમાંથી માનસ સૃષ્ટિ પહેલી ઉત્પન્ન થાય છે અને તે માનસ સુષ્ટિમાં સત્વગુણ, રજોગુણ અને તમે ગુણ એમ ત્રણ ગુણે ઉત્પન્ન થાય છે. ૫૪
तत्रसृष्टी ज्योतिद्भवंजनसंतानसंतति ॥ सत्वविष्णुरजोब्रह्मातमोरुद्र महेश्वरः ॥५६॥
હવે તે ત્રણ ગુણેમાંથી જ્યોતિ સ્વરૂપ ત્રણ મૂર્તિ ઉત્પન્ન થઈ છે. રજોગુણથી બ્રહ્મા થયેલ છે, સત્વગુણથી વિષ્ણુ થયેલ છે અને તમે ગુણથી રૂદ્ર થયેલ છે. આ પ્રમાણે ત્રણ ગુણેથી ત્રણ મૂર્તિઓ થયેલ છે. ૫૫
"Aho Shrutgyanam