________________
પ્રસ્તી વ ના.
સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ છે, શિલ્પકળા એ સભ્યતાસંસ્કૃતિનું પ્રતિબિંબ છે. ભારતવર્ષની સંસ્કૃતિ ભાવનાપ્રધાન છે અને તેથી તેના શિલ્પમાં પણ એક પ્રકાર દષ્ટિગોચર થાય છે. વાસ્તવિક રીતે કળાને સંબંધ ભાવના અથવા ઉર્મિ સાથે જ વિશેષ છે અને તેથી વ્યવહારલક્ષી સંસ્કૃતિ કરતાં ભાવનાપ્રધાન સંસ્કૃતિમાંજ કળાને ઉત્કૃષ્ટ વિકાસ થયેલે નજરે પડે છે.
ભારતવર્ષમાં એક વખતે શિલ્પકળા ઘણીજ ઉંચી હદે પહોંચી હતી. તેના ભવ્ય સંસ્મરણ રૂપ છલુરા તથા અજંતાની ગુફાઓ, ભુવનેશ્વર, મદુરા, કાંચી, મહાબલિપુરમ વગેરેના મંદિરો, દેલવાડાનાં દહેરાં ને એવી સંખ્યાબંધ કૃતિઓ આજે પણ નજરે પડે છે, એમાં સ્થાપત્ય તથા મૂર્તિવિધાન બંને કળાઓને પરમ વિકાસ દૃષ્ટિગોચર થાય છે. જ્યાં સુધી આ મહાન કલાકૃતિઓને નજરે નિહાળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ શિલ્પકળાની મહત્તા સમજાવી મુશ્કેલ છે.
- ભારતીય શિલ્પમાં રૂપની વિવિધતા અને સાંદર્યની સાધના માટે જે પરિશ્રમ લેવાયો છે તે મને લાગે છે કે જગતભરમાં અજોડ છે. મંદિરના શિખરે, ગોપુરમ, જગતી અને છતમાં તો કળા ભરપુર હાય પણ મંદિરની બારશાખ આગળના પ્રત્યર (શ ઠાર) જુઓ કે મંદિરમાંથી હુવણનું પાણી, જવાની મારી જુઓ તેમાં પણ અનેરી કળા નજરે પડશે.
આજ સુધી આ શિલ્પકળાને રાજ્યાશ્રય અને સામાન્ય જનસમૂહ તરફથી ભારે ઉત્તેજન મળતાં રહ્યાં હતાં અને તેથી જ તે આટલી હદે પહોંચી શકી હતી. પણ હમણાં પશ્ચિમની સંસ્કૃતિના ઝપાટે ચડેલે ભારતવર્ષને જનસમાજ ભિન્ન અચિવાળે થતો જાય છે.
"Aho Shrutgyanam