________________
નિ વેદન.
બહદ શિલ્પશાસ્ત્રને બીજો ભાગ વાંચકોના હાથમાં મુકતાં મને જેટલો આનંદ થાય છે તેટલોજ પહેલા ભાગના વાચકોને થશે એવી આશા રાખું છું.
આ પુસ્તક રૂપમંડન, રૂપાવતાર, પ્રતિમાપ્રમાણ, અપરાજીત અને બીજા કેટલાક શિલ્પના પુસ્તકોનું સંશોધન કરી બહાર પાડેલ છે. શિલ્પના હસ્તલિખિત સંસ્કૃત પુસ્તકોમાંથી, મહેનત અને વખતને ભેગ આપવાથીજ આ કાર્ય થઈ શકે અને તેની ખરી કિમત શિલ્પ જીજ્ઞાસુએજ આંકી શકે. જેને આ સંબંધી શેખ અને જ્ઞાન નથી તેને પણ ચિત્રો અને સાહિત્યમાં રસ પડે તેમ છે.
આ ભાગની અંદર મારે શિખરે, સામર, ઘુમટે, પ્રાચીન અને આધુનિક વગેરે વિષય મુકવાનો હતો પણ કેટલાક નેહીભાઈ એની ઇચ્છાથી મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, દેવીઓ વગેરેના ભાગ અને પ્રમાણે તેમજ દેવાલયના પ્રમાણુથી મૂતિઓનું મા૫, દોષ અને નિર્દોષ વગેરે શાસ્ત્રનો આધાર મુકી ચર્ચવામાં આવેલ છે.
રૂપાવતાર જુનું હસ્તલેખીત શ્રીયુત વજેશંકર લક્ષ્મીશંકરે મને આપેલ તે પુસ્તક મહારાજશ્રી રામદાસજીએ કલેક શુદ્ધ કરી આપેલ તેમજ રવીશંકરભાઈ રાવળ અને જૈન જ્યોતિના તંત્રી શ્રી ધીરજલાલ ટોકરશીભાઈએ અવનિંદ્રનાથના અંગ્રેજી પુસ્તકમાંથી મને જે સુચના આપેલ તે બાબત તેમને ઉપકાર માનું છું. આ પુસ્તકમાં જે કંઈ હસ્તદોષ, દ્રષ્ટિદેષ રહી ગયું હોય તે સુધારીને વાંચવા વિદ્વજને પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે.
પ્રકાશક: જગન્નાથ અંબારામ સેમપુરા શિ૯પી.
વઢવાણ સીટી.
"Aho Shrutgyanam