________________
અભંગા-આવી મૂતિઓનું શીખાથી પાની સુધીનું મધ્ય (ગર્ભ) સીધી લીટી ડુંટીની જમણી બાજુથી બતાવાય છે, એટલે કે મૂર્તિ ડાબી બાજુ નમેલી બતાવાય છે. તેમજ મૂર્તિને અર્થે ઉપલે ભાગ ( ડુંટીથી શિખા સુધી ) જમણી બાજુ નમેલા અને અર્થો નીચલો ભાગ (ડુંટીથી પાની સુધી) ડાબી બાજુએ નમેલે બતાવાય છે. રૂષિઓની તેમજ પવિત્ર પુરુષોની અને દેવીઓની મૂર્તિઓ આવા પ્રકારની બનાવવી. બ્રહ્મા વિષ્ણુ શિવ વિગેરે દેવીની મૂર્તિના ભાગ नवतालं प्रवक्ष्यामि ब्रह्माधादेवतायथा ॥ केशांतंतु त्रीमात्रं कर्तव्यदेवरुपकम् ॥१२७॥ यावन्मानो भवेत्तालो विभज्यद्वावभागीके ॥ सूर्यराम दशार्काचि वसुजैन युगाहिका ॥१२८॥ वेदव्क्र गलोत्की नाभिसुदर गुह्यकम् ॥
तथोरुजो-नाजंधे चहणेचयथाक्रमम् ॥१२९॥ ' અર્થ-નવ તાલના માપની બ્રહ્મા શીવજી વિગેરે દેવની પ્રતિમા બનાવવી તેમાં કેશને ભાગ ૩ ત્રણ આંગળને જુદે રાખી બાકીનામાં દેવની મૂર્તિના ભાગ કરવા ૧૨૭
નવ તાલમાં ૧ તાલનું (૧૨ બાર આંગળનું) મે ટું, ૧૨ બાર આંગળનું હૃદય. ૧૨ બાર આગળની નાભી, ૧૨ બાર આંગળનું પેડુ અને ગળું ૪ ચાર આંગળનું કરવું. ઉરુને ભાગ ૨૪ ચોવીસ આંગળ, જાનું (ઢીંચણની ઢાંકણી) ૪ ચાર આંગળ અને જાંઘનો ભાગ ૨૪ ચોવીસ આંગળ. પગ (પાનીની ગાંઠથી તળીઓ સુધી) ચાર આંગળ રાખવા.
"Aho Shrutgyanam