________________
૧૮૨ અર્થ-અય્યતાદેવી ઉર્ફે બલાભીધાનાદેવી નામની ચક્ષણી –તેના રંગની કાતિ સેના સરખી બનાવવી. તેમજ ચાર સુંદર ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં ત્રીશુલ અને ડાબી બાજુના એક હાથમાં માળા, બીજા હાથમાં કમળ આ પ્રમાણે ચારે હાથમાં ચાર આયુધ આપવાં. તેમજ મયુરના વાહનની સ્વારીથી શોભાયમાન આવી શ્રી કુંથુનાથ ભગવાનની ડાબી બાજુમાં અય્યતા દેવી ઉર્ફે બલાભધાનાદેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪ર૮
श्रीअरजिनस्य यक्षेन्द्रोयक्षः षणमुखस्त्रिनेत्रः श्यामवर्णः शंखवाहनोद्वादश भुजोवीजपुरकबाण खडगमुद्गर पाशकाभययुक्त दक्षिण करषट्को । नकुल धनु फलकशूलां कुशाक्षसूत्रयुक्तवामपाणि
षट्कश्च ॥४२९॥ અથ–પક્ષેન્દ્ર નામને યક્ષ-તેનો વર્ણ કાળા રંગને, મુખ છ બનાવવાં, નેત્ર ત્રણ અને બાર ભુજાઓ બનાવવી. તેમાં જમણી બાજુના છ હાથમાં શસ્ત્ર, તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં ખડગ, ચેાથા હાથમાં મુદગર, પાંચમાં હાથમાં પાશ અને છઠા હાથમાં અભય. તેમજ ડાબી બાજુના છ હાથમાં શસ્ત્રો તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં ફલક, ચોથા હાથમાં ત્રીશુલ, પાંચમા હાથમાં અંકુશ અને છઠા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે બારે હાથમાં બાર શએ.
"Aho Shrutgyanam