________________
પ્રસ્તાવના સુજ્ઞ વાંચક બંધુઓ ! શિલ્પશાસ્ત્રના વિષય ઉપર સાદી અને સરળ ગુજરાતી ભાષામાં હજી સુધી એક પુસ્તક બહાર નહિ પડવાથી અને તેની ખોટ હોવાથી આ શિલ્પ ચિંતામણુને પહેલે ભાગ જન સમાજના હસ્તકમળમાં મુકવાનો એકાએક વિચાર મને થઈ આવ્યા, તેથી ટુંક મુદતમાં આ પુસ્તક મેં તૈયાર કરી દીધું અને ગુજર ભાઈઓની આગળ મુકવાનો પણ સારો અવકાશ મળ્યો, તો હું આશા રાખું છું કે હાલના કલાવાને તેને એગ્ય સત્કાર કરવાનું ચુકશે નહિ.
આ પુસ્તકની અંદર દિપાર્ણવ, રાજવલભ, નિર્દોષવાસ્તુ, મુદચિંતામણી, બૃહદ દેવજ્ઞરંજન, અપરાજીત, અને બીજા કેટલાક આધુનીક ગ્રંથોનો અભ્યાસ કરી તેના ઉપરથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, આ પુસ્તક મેં તૈયાર કર્યું તે પહેલાં મારા સ્વ. કાકાશ્રી લાલજીભાઈ વણારશીએ તેની શરૂઆત કરી હતી, તેમના વિચાર આ પુસ્તક બહાર બહાર પાડવાનો હતો પરંતુ ઇશ્વરી સંકેત જુદો જ હતો, તેમના વિચારે મનમાં અને મનમાં જ સમાઈ ગયા એટલે ટૂંક સમયમાં તેમનું અવસાન થયું તેમના અવસાન પછી મેં આ કાર્ય માથે લીધું અને બનતા પ્રયાસે આ પુસ્તક તૈયાર કરી કલાવાન ભાઈઓની સમક્ષ ખડું કરી દીધું.
આ ગ્રંથને પ્રથમ તો એકજ ભાગમાં પરિપૂર્ણ કરી ગુર્જર ભાઈઓના હસ્ત કમળમાં મુકવા ઉત્કંઠા થઈ આવી, પણ નિરૂપાયે તેમ કરતાં અનેક અડચણે આડી આવી અને તેમ ન થઈ શકયું, અનુકુળ સંજોગો નહિ હોવાને સબબે પુસ્તકને તૈયાર કરતાં વધુ વખત ગયો તેથી કરીને વિદ્વાન વાંચકની વાંચવાની તૃણ–આતુરતા વધી એટલે તેમને પ્રથમ ભાગ હું શિલ્પી વિદ્વાનોના હસ્તકમળમાં અર્પવા શક્તિમાન થયે છું, આ ભાગનું પરિપૂર્ણ અવલોકન એક દ્રષ્ટિથી નહિ થાય એટલા વખતમાં હું આ ગ્રંથને બીજો ભાગ સંપુર્ણ સ્વરૂપથી ઉત્સુક વિદ્વાનોના હસ્ત કમળમાં મુકીશ, તો તેઓ ખરા અંતઃકરણથી તેને વધાવી લેશે એવી મને આશા છે.
અસ્તુ.
"Aho Shrutgyanam