________________
૧૨૦ કરવું, અને મધ્યે (ગ) ૪ ચેાથે ભાગે શિવનું પબાસણુ કરવું. બ્રહ્મા વિશેનું તથા પાર્વતી કેટલા માપનાં કરવાં.
શીવના મેંઢામાં ભાગ ત્રણ કરવા ભાગ એક ઓછા વિનુ તથા બ્રહ્મા કરવા, બ્રહ્મા જેવડી પાર્વતી દેવીની મૂતી કરવી તે સર્વ કામના પૂર્ણ કરે.
પ્રાસાદના માનથી ઉભી પ્રતિમાનું પ્રમાણુ
એક ગજના પ્રાસાદને દશ આંગળની પ્રતિમા કરવી તેમજ ચાર ગજ સુધીના પ્રાસાદ માટે ગજે દશ આંગળની વૃદ્ધિ કરવી, અને પ્રાસાદના ચાર ગજથી દશ ગજ સુધી ગજે બે આંગળની વૃદ્ધિ કરવી, અને દશ ગજના પ્રાસાદથી પચાસ ગજના પ્રાસાદ સુધી ગજે એક આંગળની વૃદ્ધિ કરવી તે મધ્યમાન જાણવું. મધ્ય માનમાં દશમે ભાગ ઉમેરીએ તો જેષ્ઠ માન થાય તેમજ મધ્ય માનમાંથી દશમે ભાગ ઓછો કરીએ તો કનિષ્ટ માન થાય.
બેઠી પ્રતિમાનું માન. એક ગજના પ્રાસાદથી ચાર ગજના પ્રાસાદ સુધી ગજે છ આંગળની વૃદ્ધિ કરવી, ચાર ગજથી દશ ગજના પ્રાસાદ માટે ગજે એક આંગળની વૃદ્ધી કરવી.
દશ ગજથી પચાસ ગજ સુધી ગજે એક આંગળની વૃદ્ધિ કરવી તે મધ્ય માન જાણવું, મધ્ય માનને વીસમે ભાગ ઉમેરીએ તો જેષ્ટ માન, અને મધ્ય માનમાંથી વીસમે ભાગ ઓછો કરીએ તો કનિષ્ઠ માન જાણવું.
"Aho Shrutgyanam