________________
ચિત્ર ૧૩૬. પુપપુટહુસ્તક ૨૯. ભેગા થતાં બહારના પડખાવાળા “સપેશીષ હસ્ત ને “પુષ્પપુટ-હસ્ત કહે છે-સં. ૨૦ અ૦ ૭, પૃ. ૬૫૦
ઉપગ : આ હાથથી ધાન્ય, ફળ અને પુષ્પ જેવા પદાર્થોનું લેવું, આપવું તથા પુષ્પાંજલિ આપવી વગેરે કાર્યો કરવા એમ સેઢલનો પુત્ર કહે છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ “પુષ્પપુટ મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું વસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈન અને લાલ રંગની બુદ્ધિએવાળે, ઘેરા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૩૭. પાદલિત-હસ્તક ૩૦. બંને ખભા ઢીલા રાખી “પતાક હસ્ત” લટકતા રાખવા અને આંગળી ઢીલી રાખવી તેને “દલ” હસ્ત કહે છે, વ્યાધિ, ખેદ, મૂર્છા, મદ (કેફ), તથા સંભ્રમ અવસ્થામાં વપરાતા એવા આ સ્તબ્ધ હસ્તને પાર્ધ દલિત ' હરત કહે છે.-સં. ૨૦ અ૦, ૭, પૃ૦ ૬૫૦
આ ચિત્રની નર્તકીના બંને હાથ પાલિત’ મુદ્રાએ રાખેલા છે. તેણીના શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ સીંદુરિયા લાલ રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવન્ના તથા કાળા રંગની ડીઝાઇનવાળા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૩૮. ઉસંગ-હસ્તક રૂા. પરસ્પર ખભા ઉપર રહેલા બંને “અરાલ-હસ્ત ને સ્વસ્તિકાકાર કરી પિતાની તરફ પહોળા રાખવા તેને “ઉસંગ-હરત કહે છે, -સં૦ ૨૦ અ૦ ૭, પૃ. ૬પ૦
ઉપયોગ: સિંહાવલોકન કરવામાં થાય છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ ઉસંગ મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ ચિત્ર ૧૩૭ પ્રમાણે જ કંચુકી, કટિવસ્ત્ર તથા પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર. ૧૩૯ ખટકાવધમાન-હસ્તક રૂર, ખટમુખ-હતના મણિબંધને પરસ્પર પોતાની તરફ રાખીને સ્વસ્તિકાકાર કરવા, તેને ખટકાવર્ધમાન-હસ્ત કહે છે.-સં. ૨૦ અ૦ ૭, પૃ. ૬૫૧.
ઉપયોગ : શૃંગારિક ભાવોમાં, નમસ્કાર કરવામાં, તેમ જ કમળ, પોયણુ વગેરેનાં ડીંટો બતાવવામાં તથા છત્ર ધારણ કરવામાં પણ આ હસ્ત જાય છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ ખટકાવર્ધમાનમુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ કંચકી લીલા પિોપટીયા રંગની, કાળા રંગની ડીઝાઈનવાળા લીલા રંગનું કટિવરુ તથા કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪૦. ગજદંત- હસ્તક ૩૩, બંને હાથના ખભા તથા મધ્યભાગ (કે) જો પરસ્પર “સર્પશીષ * આકારને ધારણ કરે તો તેને “ગજદંત-હસ્ત” કહે છે.-સં૦ ૨૦ અ૦ ૭, પૃ. ૬પ૧,
ઉપગ : આ હસ્ત સ્ત્રી-પુરુષના વિવાહમાં, થાંભલા પકડવામાં, પર્વત અથવા પત્થર ઉપાડવા વગેરેમાં જાય છે.
આ ચિત્રમાંની નર્તકીના બંને હાથ ગજદંત મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવચ તથા કાળા રંગની ડીઝાઈનવાળો લીલા રંગને પાયજામા પરિધાન કરેલ છે.
"Aho Shrutgyanam