________________
ચિત્ર ૦૮-૦૯ : ૧૩ ઉનચારી ૨૫ ૧-૨. પાછળના ભાગથી બંને પગને વીંટાળીને (ચિત્ર ૪૦૮) પસારવા (ચિત્ર ૪૦૯) તેને “ઉદ્રષ્ટાચારી ?
ચિત્ર ૪૦૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગને પાછળના ભાગથી વીંટી લઈ પસારવામાં આવેલા છે. જ્યારે બંને પગના અગ્રભાગને પરસ્પર એકબીજાની સન્મુખ રાખી જમીનને અડાડેલા છે. તેણુના બંને હાથ બને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૪૦૯ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ સહેજ અંતરે તિછ રાખી, જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ બંને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૧૦-૧૧ : ૧૪ ઉલેમચારી રૂ૫ -૨, સંકોચેલા પગને આગળ તથા પાછળના ભાગે ઉંચા કરીને (ચિત્ર ૪૧૦); જાનુ (ઢીંચણ) પર્યંત ઉંચા કરવાની ક્રિયાને (ચિત્ર ૪૧૧) “ઉક્ષેપચારી વિદ્વાનોએ કહી છે.
ચિત્ર ૪૧૦ : આ ચિત્રની નર્તકીના જમણે: પગ સહેજ ત્રાસ રાખીને, જમીનને અડાડે છે. જ્યારે ડાબો પગ ઢીંચણેથી વાળીને, પાછળ રાખી; જમણા પગના ઢીંચણથી જરા દૂર રાખવામાં આવે છે. જે સંકોચેલા પગને પાછળ રાખવાને ભાવ દર્શાવે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકતા છે.
ચિત્ર ૪૧૧ : આ ચિત્રની નર્તકીને જમણા પગ સીધે રાખીને, જમીનને અડાડે છે. જ્યારે ડાબે પગ ઊંચે કરીને, ઢીંચણથી વાળીને જમણા પગને ઢીંચણ ઉપર રાખવામાં આવેલ છે, જે પગને ઢીંચણ સુધી લઈ જવાને ભાવ દર્શાવે છે. શરીરને વર્ણ લીલો છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકતા રાખેલા છે.
ચિત્ર ૧૨ : ૧૫ પુતક્ષેપચારી રુ૫ ૧. તે જ ઉપચારીને પાછળના ભાગથી જે કરવામાં આવે તો તેને “પૃતક્ષેપચારી કહે છે.
ચિત્ર ૪૧૨ : આ ચિત્રની નકીનો જમણો પગ, ઢીંચણેથી પાછળ વાળીને, ઢીંચણને નીચેને ભાગ ડાબા પગ તરફ લઈ જઈને, તેનો પંજો ડાબા ઢીંચણના ઉપર રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેના બંને હાથ બંને પડખે સીધા લટકતા રાખેલા છે.
ચિત્ર ૪૩-૧૪ : ૧૬ સૂચીચારી રુ૫ ૧-૨ : બંને સાથળની બાજુમાં પગને રાખીને (ચિત્ર ૪૧૩), ઉતાવળથી આગળ કરીને પસારવામાં આવે (ચિત્ર ૪૧૪) તેને શ્રી કઠવલ્લભે “સૂચીચારી’ કહી છે.
- ચિત્ર ૪૧૩ : આ ચિત્રની નર્તકીને જમણા પગ સીધે રાખીને જમીનને અડાડેલ છે. જ્યારે તેનો ડાબે પગ, જમણા પગ તરફ રાખી, ઢીંચણેથી વાળીને, તેના પંજાનો ભાગ જમણા પગના ઢીંચણને અડાડેલો છે, જે સાથળની પડખે પગ રાખવાને ભાવ દર્શાવે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેના બંને હાથ બંને પડખે સીધા લટકતા રાખેલા છે.
ચિત્ર ૪૧૪ : આ ચિત્રની નર્તકીને જમણે પગ ઢીંચણેથી સહેજ વાળે અને જમીનને અડાડેલો છે. જ્યારે ડાબે પગ ડાબી સાથળના પડખે રાખી, ઢીંચણેથી વાળીને તેને જે જમણા પગના ઢીંચણ તરફ રાખે છે. જે પગને સાથળની બાજુમાં રાખીને પસારવાને ભાવ દર્શાવે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીના બંને હાથ બંને પડખે સીધા લટકતા રાખેલા છે.
ચિત્ર ૪૧પ-૧૬ : ૧૭ વિદ્ધાચારી ૫-૧-૨, સ્વસ્તિક સ્થાને રહેલા પગમાંથી (ચિત્ર ૪૨૫) એક પગને કાંઇક ડેલાવીને ( હલાવીને), કુચિત (વા) કરવામાં આવે (ચિત્ર ૪૧૬) તેને પંડિતોએ “વિદ્વાચારી કહી છે.
"Aho Shrutgyanam