________________
MINIMIRANOSTNADSIMINTAMINAS RAMINAMMISAMMMMMMMMMM
પરંતુ ભાગ્યરેખામાંથી નાની રેખા ફૂટીને હાથની નીચેના ભાગમાં એટલે કે મણિબંધ તરફ જતી હોય તો આવા લોકો નિરાશાવાદી હોય છે. અને પિોતે લીધેલા કોઈપણ કાર્યો પુરા કરી શકતા નથી.
જે કોઈપણ રેખા ભાગ્યરેખાની સાથે થઈને સીધી ઉપર તરફ જતી હોય તે એવા સમયે મનુષ્યને પ્રગતિમાં બળ આપે છે. અને એના ભાગ્યમાં ઉમેરે કરે છે. અને તેના જીવનમાં નાના મોટા ફાયદા કરે છે. અને કેઈપણ કાર્ય કરવા માટે આ સમય સારે રહે છે.
આકૃતિ-૪૬ ( ૪.ચંપરથી નીકળતી
તુટેલી ભાગ્યરેખા
(જુઓ આકૃતિ નં. ૪૬) ભાગ્યરેખા ચંદ્રના પર્વતની ઉપર થઈને મસ્તક રેખા કે હદયરેખા પાસે તુટેલી હોય અને પછી શનિ કે ગુરૂના પર્વત તરફ વળતી હોય તો આ લેકને નાનપણમાં તકલીફ, યુવાનીમાં સારૂ અને ૩૫ થી ૪૫ વર્ષ સુધીમાં અતિશય મુસીબતો આવે છે. અને આવા સમયમાં એ લેકે ધાર્યું હોય એવી પ્રગતિ
કરી શકતા નથી અને હિંમત હારી હતાશ થઈ જાય છે. અને આ ઉંમરમાંજ એમના માટે અતિશય જવાબદારી હોય છે અને કુટુંબના ભરણ પોષણના કારણે એ લોકો આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે અને દુનિયાદારીના તમામ અનુભવે આ વર્ષમાં થઈ જાય છે. સારી ખોટી વ્યક્તિઓને અનુભવ પણ આ સમયે મળી જાય છે. અને ૪૬ વર્ષ પછીની જીંદગી સારી જાય છે. માટે આવા લોકેનું બાળપણ દુઃખી, યુવાવસ્થા દુખી અને પાછલી જિંદગી સારી જાય છે.
ઘણાના હાથમાં ભાગ્યરેખા હોતી નથી પરંતુ સૂર્યની આંગળી નીચે નાની સૂર્ય રેખા હિય છે. અને આ લીટી ઊંડી અને સારી હોય તો આવા લેકેનું જીવન પણ બાળપણ અને યુવાવસ્થા દુઃખી જાય છે. અને વૃદ્ધાવસ્થા સુખી જાય છે.
४१४